મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

દુબઈથી અમદાવાદ આવેલી મહિલા પાસેથી 1-2 નહિં પરંતું આટલા આઈફોન ઝડપાયા!

અમદાવાદ એરપોર્ટ પર દુબઈથી આવેલી મહિલા મુસાફર પાસેથી 30 આઈફોન ઝડપાયા છ

દુબઈથી અમદાવાદ આવેલી મહિલા પાસેથી 1-2 નહિં પરંતું આટલા આઈફોન ઝડપાયા!

અમદાવાદ એરપોર્ટ પર દુબઈથી આવેલી મહિલા મુસાફર પાસેથી 30 આઈફોન ઝડપાયા છે. કસ્ટમ્સના અધિકારીને મહિલા શંકાસ્પદ જણાતાં તેને સામાનની ચકાસણી કરી હતી. જેમાંથી મોટી માત્રામાં મોબાઈલ ફોન મળી આવ્યા હતા. સમગ્ર મામલે કસ્ટમ્સના અધિકારીએ મહિલાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

30 આઇફોન સાથે દુબઈથી અમદાવાદ આવેલી મહિલા ઝડપાઈ

મળતી માહિતી મુજબ, દુબઈથી અમદાવાદ આવેલી એક મહિલા મુસાફર પાસેથી 20 iPhone 17 Pro Max અને 10 iPhone 17 Pro મોબાઈલ ફોન એર ઈન્ટેલિજન્સ યુનિટે(AIU) ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા તમામ આઇફોનની કુલ કિંમત 43 લાખ રૂપિયા જેટલી થાય છે. અમદાવાદ એરપોર્ટ પર મહિલા શંકાસ્પદ જણાતા તેના સામાનની તપાસ કરતાં સમગ્ર મામલ બહાર આવ્યો હતો.

મહિલાએ ભારતમાં ગેરકાયદે રીતે મોબાઈલ ફોનની દાણચોરી કરવાને લઈને કસ્ટમ્સ વિભાગે આરોપીની ધરપકડ કરી લીધી છે અને સંબંધિત કેસમાં મહિલા વિરૂદ્ધમાં કસ્ટમ્સ એક્ટ હેઠળની આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો