સામાન્ય વરસાદે રાજકોટના તંત્રની પોલ ખોલી, ખાડામાં ફસાઈ સ્કૂલ બસો
રાજકોટમાં સામાન્ય વરસાદમાં પ્રી-મોન્સુનની કામગીરી ફક્ત કાગળ પર જ રહી હોય તેવું સામે આવ્યું હતું. સામાન્ય વરસાદે તંત

રાજકોટમાં સામાન્ય વરસાદમાં પ્રી-મોન્સુનની કામગીરી ફક્ત કાગળ પર જ રહી હોય તેવું સામે આવ્યું હતું. સામાન્ય વરસાદે તંત્રની પોલ ખોલી નાખી હતી. રાજકોટના અલગ અલગ બે વિસ્તારમાં શાળાએ લઈ જતી સ્કૂલ બસો ફસાઈ હતી. સામાન્ય વરસાદમાં રોડ બેસી ગયા હતા. ઘણી જગ્યાએ પાણી ભરાવવાની સમસ્યા પણ સર્જાઈ હતી.
સામાન્ય વરસાદમાં રોડ બેસી ગયા
મવડી અને દોશી હોસ્પિટલ વિસ્તારમાં બસો ફસાઈ
મવડી વિસ્તારમાં ખાડામાં સ્કૂલ બસ ફસાઈ હતી. ડ્રાઈવર સહિત અન્ય લોકો દ્વારા બસને બહાર કાઢવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. શહેરના દોશી હોસ્પિટલ પાસે સ્કૂલ બસ ખાડામાં ફસાઈ હતી. બસ વિધાર્થીઓને લેવા જઈ રહી હતી, જોકે આમાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી.




