મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

આગામી 72 કલાક ગુજરાત માટે ભારે, છેલ્લા 24 કલાકમાં 244 તાલુકામાં વરસાદ ખાબક્યો

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ભારેથી અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે, હવામાન વિભાગ

આગામી 72 કલાક ગુજરાત માટે ભારે, છેલ્લા 24 કલાકમાં 244 તાલુકામાં વરસાદ ખાબક્યો

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ભારેથી અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે, હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 31 ઑગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર,ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. બીજી તરફ, આજે (27 ઑગસ્ટે) સૌરાષ્ટ્રના આઠ જિલ્લા સહિત કુલ 13 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

24 કલાકમાં 244 તાલુકામાં વરસાદ

રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 244 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં નવસારીના ખેરગામમાં 356 મિ.મી., ડાંગના આહવામાં 268 મિ.મી., વલસાડના કરપડામાં 263 મિ.મી., ડાંગના વધઈમાં 251 મિ.મી., વલસાડના ધરમપુરમાં 237 મિ.મી., નર્મદાના ડેડિયાપાડામાં 236 મિ.મી., વલસાડમાં 226 મિ.મી., નર્મદાના સાગબારામાં 225 મિ.મી. વરસાદ ખાબક્યો છે. 

આજે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ 

આજે સૌરાષ્ટ્રના કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર જિલ્લા સહિત દાહોદ, પંચમહાલ, તાપી, નવસારી, વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

આજે આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ 

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 27 ઑગસ્ટે ગીર સોમનાથ, અમરેલી, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, મહીસાગર, ભરૂચ, નર્મદા, સુરત, છોટા ઉદેપુર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

આજે આ જિલ્લાઓમાં યલો એલર્ટ 

27 ઑગસ્ટે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, બોટાદ, ભાવનગર જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

28 ઑગસ્ટની આગાહી 

રાજ્યભરના મોટાભાગના જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદી વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે અને કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ નિર્માણ પામી છે, ત્યારે 28 ઑગસ્ટે સૌરાષ્ટ્રના કચ્છ, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ પોરબંદર જિલ્લામાં અતિભારે વરસાદને પગલે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

બીજી તરફ, મોરબી, અમરેલી, ભાવનગર, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, ગાંધીનગર, મહેસાણા, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

29 ઑગસ્ટની આગાહી 

રાજ્યમાં આગામી 31 ઑગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, ત્યારે 29 ઑગસ્ટે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર દેખાશે. જેમાં સૌરાષ્ટ્રના કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર સહિત દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, નવસારી, તાપી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

બીજી તરફ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, ભાવનગર, રાજરોટ, અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

30-31 ઑગસ્ટની આગાહી 

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 30 ઑગસ્ટે કચ્છ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ, 31 ઑગસ્ટે કચ્છ, નવસારી અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે આ સિવાયના 30 જિલ્લામાં નો વોર્નિંગ જાહેર કરવામાં આવ્યું છે. 

આ સમાચાર શેર કરો