મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

kutch news: નવજાત શિશુ તરછોડાયેલી હાલતમાં મળ્યું, જનેતા સામે ચોમેરથી વરસી ફિટકારની લાગણી

કચ્છના રાપરમાં કોઈ અજાણી વ્યક્તિ નવજાત શિશુને મૂકીને જતી રહેતા સ્થાનિકોએ ૧૦૮ના સ્ટાફે જા

kutch news: નવજાત શિશુ તરછોડાયેલી હાલતમાં મળ્યું, જનેતા સામે ચોમેરથી વરસી ફિટકારની લાગણી

કચ્છના રાપરમાં કોઈ અજાણી વ્યક્તિ નવજાત શિશુને મૂકીને જતી રહેતા સ્થાનિકોએ ૧૦૮ના સ્ટાફે જાણ કરી હતી. ટીમે બાળકના શરીર પર લાગેલા કાંટાઓ દૂર કરી વધુ સારવાર માટે રાપરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે.

શિશુને વધુ સારવાર માટે રાપરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયું

કચ્છના રાપરમાંથી નવજાત શિશુ મળી આવ્યું છે. લોકોની ભારે અવરજવર થતાં વિસ્તારમાં કોઈ અજાણી વ્યક્તિ તાજું જન્મેલું બાળક મૂકી ગયું હતું.આસપાસના જાગૃત લોકોએ તરત જ ૧૦૮ એમ્બ્યુલન્સને ફોન કરીને જાણ કરી હતી. ૧૦૮ના સ્ટાફે તાત્કાલિક સ્થળ પર પહોંચીને બાળકને પ્રાથમિક સારવાર આપી હતી. બાળકના શરીર પર લાગેલા કાંટાઓ દૂર કરીને તેને સ્વચ્છ કરવામાં આવ્યું હતું.ત્યારબાદ શિશુને વધુ સારવાર માટે રાપરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. આ અમાનવીય કૃત્ય કરનાર જનેતા વિરુદ્ધ લોકોમાં ફિટકારની લાગણી ફેલાઈ છે અને પોલીસે તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો