મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : વિરાણી સ્કૂલ જમીન વિવાદમાં નવો વળાંક

રાજકોટમાં શામજી વેલજી વિરાણી હાઇસ્કૂલ ટ્રસ્ટની 50 હજાર વાર જમીનના વિભાજન મુદ્દે ચાલી રહેલા વિવાદમાં નવો વળાંક આવ્યો

રાજકોટમાં શામજી વેલજી વિરાણી હાઇસ્કૂલ ટ્રસ્ટની 50 હજાર વાર જમીનના વિભાજન મુદ્દે ચાલી રહેલા વિવાદમાં નવો વળાંક આવ્યો છે. પૂર્વ વિદ્યાર્થી પુરુષોતમ પીપળીયાએ પક્ષકાર તરીકે જોડાવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ કરેલી રિવિઝન અરજી નામંજૂર કરવામાં આવી છે. પીપળીયા લાંબા સમયથી ‘વિરાણી સ્કૂલ ગ્રાઉન્ડ બચાવો સમિતિ’ હેઠળ પૂર્વ વિદ્યાર્થીઓને એકત્રિત કરીને જમીન ન વહેંચાય તે માટે લડત ચલાવી રહ્યા હતા. ટ્રસ્ટનું કહેવું છે કે હાલમાં જમીન વહેંચવાનો કોઈ વિચાર નથી, જ્યારે ચેરિટી કમિશનરના આદેશ સામે ચાર વર્ષ બાદ પણ કોર્ટમાં પડકાર ન અપાયો હોવાનું પણ સામે આવ્યું છે. સાથે જ ટ્રસ્ટ દ્વારા પુરુષોતમ પીપળીયાને આગામી સમયમાં માનહાનિની નોટિસ પાઠવવાની પણ તૈયારી દર્શાવવામાં આવી છે.

આ સમાચાર શેર કરો