VIDEO : વિશ્વકર્માના રાજકોટ પ્રવાસને લઈને ભાજપમાં તૈયારીઓ તેજ
રાજકોટથી રાજકીય સમાચાર સામે આવ્યા છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા આજે રાજક

રાજકોટથી રાજકીય સમાચાર સામે આવ્યા છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા આજે રાજકોટની મુલાકાતે છે. તેઓ બપોરે પૂર્વ મેયર સ્વર્ગસ્થ જનક કોટકના ઘરે જશે અને કોટક પરિવારને સાંત્વના પાઠવશે. ત્યારબાદ બપોરે 1 વાગીને 45 મિનિટે કમલમ ખાતે ભાજપના પદાધિકારીઓ સાથે બેઠક યોજશે. આ બેઠકમાં સંગઠન સંબંધિત મુદ્દાઓ અને આગામી કાર્યક્રમોની ચર્ચા થવાની શક્યતા છે. સાંજે 5 વાગીને 30 મિનિટે તેઓ ઓડિટોરિયમ ખાતે યોજાનારા વિકસિત ભારત કાર્યક્રમમાં પણ હાજરી આપશે. વિશ્વકર્માની રાજકોટ મુલાકાતને લઈને સ્થાનિક ભાજપ સંગઠનમાં તૈયારીઓ કરવામાં આવી છે.




