VIDEO:રાજકોટ યુનિવર્સિટી રોડ પર ગેંગવોર જેવા દ્રશ્યો, લુખ્ખાઓનો આતંક
રાજકોટના પોશ ગણાતા યુનિવર્સિટી રોડ પર મોડી રાત્રે ગેંગવોર જેવા દ્રશ્યો સર્જાતા ભયનો માહોલ ફેલ

રાજકોટના પોશ ગણાતા યુનિવર્સિટી રોડ પર મોડી રાત્રે ગેંગવોર જેવા દ્રશ્યો સર્જાતા ભયનો માહોલ ફેલાયો હતો. લુખ્ખાઓના ટોળાએ અંદાજે બે કલાક સુધી જાહેરમાં આતંક મચાવી પથ્થરમારો અને ધોકાવાળી કરી હતી, જેમાં એક દ્વિચક્રી વાહનને ફિલ્મી ઢબે તોડી નાખવામાં આવ્યું હતું. લાંબા સમય સુધી ચાલેલી આ લુખ્ખાગીરીને રોકવામાં નિષ્ફળ રહેલી સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ હવે અનેક સવાલો ઉભા થયા છે.




