VIDEO : રાજકોટ હત્યા કેસમાં મોટો વળાંક, પોલીસની ભૂમિકા તપાસ હેઠળ
રાજકોટના વિમલનગર વિસ્તારમાં થયેલી હત્યાના મામલે મહત્વનો વળાંક આવ્યો છે. વિવેક ગોસ્વામી દ્વા

રાજકોટના વિમલનગર વિસ્તારમાં થયેલી હત્યાના મામલે મહત્વનો વળાંક આવ્યો છે. વિવેક ગોસ્વામી દ્વારા પોતાના નાનાજી સસરા પ્રવિણ શાહની હત્યા કરાવવામાં આવી હોવાનો આરોપ છે. આ મામલે રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી સોંપી છે. યુનિવર્સિટી પોલીસ મથકના સ્ટાફની બેદરકારી હતી કે નહીં, તે અંગે તપાસ એસીપીને સોંપવામાં આવી છે. મૃતકના પરિવારજનોએ પોલીસ પર બેદરકારીના આક્ષેપ કર્યા હતા. વિવેકની સાસુ તેજલે પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી કે એક મહિનાથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી હતી અને પોલીસ પ્રોટેક્શનની માંગણી છતાં યોગ્ય કાર્યવાહી થઈ નહોતી. પરિવારનો આક્ષેપ છે કે સમયસર કાર્યવાહી ન થતા મામલો હત્યા સુધી પહોંચ્યો.




