મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ડીકાર્બોનાઇઝિંગ ઇન્ડિયા અને વૈશ્વિક ડાયમંડ સેક્ટરને વેગ આપવા અપનાવ્યા નવા સસ્ટેનેબિલિટી સ્ટાન્ડર્ડ

વિશ્વની અગ્રણી નેચરલ ડાયમંડ ક્રાફ્ટિંગ કંપની શ્રી રામકૃષ્ણ એકસ્પ

ડીકાર્બોનાઇઝિંગ ઇન્ડિયા અને વૈશ્વિક ડાયમંડ સેક્ટરને વેગ આપવા અપનાવ્યા નવા સસ્ટેનેબિલિટી સ્ટાન્ડર્ડ

વિશ્વની અગ્રણી નેચરલ ડાયમંડ ક્રાફ્ટિંગ કંપની શ્રી રામકૃષ્ણ એકસ્પોર્ટ્સ પ્રા.લી. (SRK)ની બંને ક્રાફ્ટિંગ ફેસિલિટી SRK હાઉસ અને SRK એમ્પાયર માટે વર્ષ 2030 સુધી નેટ ઝીરો થવાનો લક્ષ્ય રાખ્યું હતું પરંતુ પોતાના લક્ષ્યને વેગ આપવા માટે વિશ્વની અગ્રણી નેટ ઝીરો સર્ટિફિકેશનની સંસ્થા ગ્લોબલ નેટવર્ક ફોર ઝીરો (GNFZ) સાથે મળીને તેના લક્ષ્યને 2024 માં જ હાંસિલ કરી લીધું છે. 

ગયા વર્ષે યોજવામાં આવેલ SRK સસ્ટેનેબિલિટી કોન્ક્લેવ દરમ્યાન કંપનીના આ નેટ ઝીરો ઉદ્દેશ્યની જાહેરાત કરવામાં આવી હતી જેમાં SRKની 6 દાયકાની યાત્રા દરમ્યાન સમાજના વિકાસ માટે કરવામાં આવેલ કામો, કુદરતી આફતો દરમ્યાન કરવામાં આવેલ રાહત કામગીરી, આરોગ્યની સંભાળ, શિક્ષણ, પર્યાવરણ, સંરક્ષણ જેવા વિવિધ પાસાઓ દર્શાવવામાં આવ્યા હતા. આ કોન્ક્લેવમાં કંપનીના ફાઉન્ડર ચેરમેન શ્રી ગોવિંદ ધોળકિયાએ એમીશનને નાબૂદ કરવાના સ્કોપ 1, 2 અને 3 માટે SRK ના વ્યાપક રોડમેપનું અનાવરણ કર્યું હતું. વધુમાં તેમણે કંપનીની 60 વર્ષની યાત્રામાં ESG ને પ્રતિબદ્ધ રહી કંપનીના દરેક કામ UN સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ગોલ્સ અને નેટ ઝીરો ઈન્ડિયા અને વિશ્વમાં ડિકાર્બોનાઇઝિંગની કામગીરી કરી મુખ્ય આગેવાન બનવા માટે લીડરો દ્વારા લેવાયેલા પગલાં જેને “ક્રાઉન જવેલ” તરીકે પણ ઓળખવામાં આવે છે તેને વિગતવાર દર્શાવતો SRKનો પ્રથમ પ્યોર ઇમ્પેક્ટ રિપોર્ટની પણ જાહેરાત કરી હતી. 
શરૂઆતથી જ દુનિયામાં સર્વોચ્ચ પ્રદર્શન કરતી LEED સર્ટીફાઇડ બિલ્ડીંગ, SRK હાઉસ અને SRK એમ્પાયર, 2030 સુધી નેટ ઝીરો થવાનું લક્ષ્ય રાખેલ. જો કે યુ.એસ. ગ્રીન બિલ્ડિંગ કાઉન્સીલના ભુતપૂર્વ પ્રેસિડેન્ટ અને CEO મહેશ રામાનુજમ દ્વારા નવી સ્થાપિત કરેલ નેટ ઝીરો સર્ટિફિકેટ સંસ્થા GNFZ સાથે જોડાયા પછી એક સફળ વ્યૂહરચના દ્વારા બંને પ્રોજેક્ટના નેટ ઝીરો સર્ટિફિકેશન વર્ષ 2024માં જ હાંસિલ કરવાની પ્રક્રિયાને વેગ આપવા સક્ષમ બન્યા છે. 

ગોવિંદ ધોળકિયા જણાવે છે કે, નેચરલ ડાયમંડના અગ્રણી હોવાની સાથે સાથે અમારા સેક્ટરને ડીકાર્બોનાઇઝ કરવું કેટલું અગત્ય છે અને આ ઉપરાંત સસ્ટેનેબલ ઓપરેશન ઉપર કામ કરતી ભારતની બીજી કંપનીઓ માટે એક ઉદાહરણ સ્થાપિત કરવાની અમારી જવાબદારી છે.  કઇં પણ નિર્ણય લેવામાં પોતાની જવાબદારી નિભાવવામાં ઉપયોગી પ્રેરકબળ અને તેનું મહત્વ સમજાવતા ગોવિંદભાઇ ધોળકિયા કહે છે કે, “સમગ્ર ભારત રાષ્ટ્રને વર્ષ 2070 સુધી નેટ ઝીરો કરવાનું લક્ષ્ય છે. જો કે અમે માનીયે છીએ કે વ્યક્તિગત સુધારણા માટે આ લક્ષ્યને વેગ મળવો જોઇએ અને આપણાં ભારત રાષ્ટ્રને આગળ લઈ જવામાં બિઝનેસ લીડર્સ મહત્વની ભૂમિકા ભજવે છે. હું જાણતો હતો કે 2024નું લક્ષ્ય હાંસિલ કરવું તે દરેક માટે એક ઉદાહરણ સ્થાપિત કરવા માટેની તક હોઇ શકે છે. વર્ષના અંતમાં નેટ ઝીરો હાંસિલ કરવાના અમારા લક્ષ્યને અમે હરાવી મે મહિનામાં જ અમે આ લક્ષ્યને હાંસિલ કર્યો છે અને અમારા દરેક ઓપરેશન અને ઘણા મોટા સ્કેલમાં પરીવર્તન કરવા માટે ઘણી તકો ખોલી છે. 

આ સમાચાર શેર કરો