મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરેન્દ્રનગર : થાનગઢમાં 7 વર્ષથી બની રહેલો ઓવરબ્રિજ પૂર્ણતાના આરે, જાણો ક્યારે ખુલ્લો મુકાશે

Surendranagar News : સુરેન્દ્રનગર થાનગઢમાં ઓવરબ્રિજનું કામ 7 વર્ષથી મંથરગતિએ ચાલી રહ્યું છે. સ્થાનિકો છે

સુરેન્દ્રનગર : થાનગઢમાં 7 વર્ષથી બની રહેલો ઓવરબ્રિજ પૂર્ણતાના આરે, જાણો ક્યારે ખુલ્લો મુકાશે

Surendranagar News : સુરેન્દ્રનગર થાનગઢમાં ઓવરબ્રિજનું કામ 7 વર્ષથી મંથરગતિએ ચાલી રહ્યું છે. સ્થાનિકો છેલ્લા 7 વર્ષથી હાલાકી ભોગવી રહ્યા હતા. GSTVએ આ અંગેનો અહેવાલ પ્રસારિત કરતા સુરેન્દ્રનગર જિલ્લા પ્રશસાન જાગ્યું છે. સુરેન્દ્રનગર કલેક્ટરે થાનગઢ જઈને આ ઓવરબ્રિજના કામની સમીક્ષા કરી હતી અને નિવેદન આપ્યું હતું કે ઓવરબ્રિજ જલ્દી જ ખુલ્લો મુકાશે. 

ફેબ્રુઆરીના અંતમાં ખુલ્લો મુકાશે ઓવરબ્રિજ : કલેક્ટર 

સુરેન્દ્રનગર કલેક્ટર કેયુર સંપતે થાનગઢ જઈને મામલતદાર સહિતના અધિકારીઓ સાથે 42 કરોડના ખર્ચે બની રહેલા ઓવરબ્રિજ પર જઈને બ્રિજના કામની સમીક્ષા કરી હતી અને ત્યારબાદ નિવેદન આપતા કહ્યું હતું કે પહેલા 26 જાન્યુઆરીએ બ્રિજને ખુલ્લો મુકવાનો વિચાર હતો, પણ કામ હજી થોડું બાકી હોવાથી આ ઓવરબ્રિજ ફેબ્રુઆરીના અંતમાં ખુલ્લો મુકવામાં આવશે. કેલક્ટરે કોન્ટ્રાકટ એજેન્સીઓને તાત્કાલિક ધોરણે કામ પૂર્ણ કરવા સૂચના આપી છે. 

સુરેન્દ્રનગર કલેક્ટર કેયુર સંપત

થાનગઢના પ્રાથમિક પ્રશ્નોનો પણ નિવેડો લાવામાં આવશે : કલેક્ટર 

કલેકટરે આ સાથે થાનગઢમાં બની રહેલા રેલવે અંડરબ્રિજની પણ મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું કે થાનગઢના મામલતદાર તેમજ થાનગઢ નગરપાલિકાના વહીવટદાર, થાનગઢ નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ અન્ય પદાધિકારીઓ સાથે થાનગઢની પ્રાથમિક સુવિધાના પાણી-ગટર-રોડના પ્રશ્નો તેમજ થાનગઢના સેનેટરી ઉદ્યોગના પ્રશ્નો પર ચર્ચા કરી હતી.  

આ સમાચાર શેર કરો