સુરતમાં સ્ટાર્ટઅપનો મેળો યોજાશે, દેશ-વિદેશના નવા ઉદ્યોગ સાહસિકો લેશે ભાગ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના મંત્રને દેશના યુવાનોએ ખૂબ જ ગંભીરતાથ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના મંત્રને દેશના યુવાનોએ ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યાં છે. દરેક શહેરમાં નવા સ્ટાર્ટ અપ દર બીજા મહિને ખુલી રહ્યા છે. આજે દેશમાં 1 લાખ 30 હજારથી વધુ નોંધાયેલા સ્ટાર્ટ અપ છે. દુબઈ, મુંબઈની જેમ સુરત પણ આવે નવા સ્ટાર્ટઅપ્સ માટે એક પ્લેટફોર્મ બની ગયો છે. અહીં દેશ-વિદેશના ઉદ્યોગ સાહસિકોને તેમના સ્ટાર્ટ અપમાં રોકાણ મળી રહે તે માટે છેલ્લા બે વર્ષથી સ્ટાર્ટ અપ મેળાના આયોજન થઈ રહ્યા છે. આ વર્ષે ત્રીજી વખત આવું જ એક આયોજન જૂન મહિનામાં થવા જઈ રહ્યું છે. જેમાં દુબઈ, યુએસ, મુંબઈ સહિત દુનિયાભરમાંથી 84 એક્ઝિબિટર્સ ભાગ લઈ રહ્યાં છે.
સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ આઈવીવાય ગ્રોથ એસોસિએટ્સ દ્વારા ડાયમંડ સિટી સુરતમાં 15-16 જૂને ત્રીજી સ્ટાર્ટઅપ સમિટ યોજાશે. આ ઈવેન્ટનો હેતુ સુરતને વૈશ્વિક સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ મેપ પર લાવવાનો છે. 200 થી વધુ સ્ટાર્ટઅપ સ્થાપકો 600- રોકાણકારો અને ઉદ્યોગ અગ્રણીઓ સહિત 20,000 થી વધુ સહભાગીઓ સાથે તે દેશમાં તેના પ્રકારની સૌથી મોટી સ્ટાર્ટઅપ સમિટમાંની એક હશે. આ ઇવેન્ટ નેટવર્કિંગ શીખવા અને સહયોગ પ્લેટફોર્મ પ્રદાન કરશે.
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને રોકાણકાર પ્રતીક તોશનીવાલે કહ્યું કે અગાઉ યોજાયેલી બીજી આવૃત્તિમાં 16,000 લોકોની ઉપસ્થિતિની સરખામણીમાં આ વર્ષે યોજાનારી 218Y72 ની ત્રીજી આવૃત્તિમાં 20,000 થી વધુ લોકોની ભાગીદારી જોવા મળશે અને તે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને મજબૂત કરવામાં વધુ મોટી ભૂમિકા ભજવવા માટે તૈયાર છે. અમે આ જાહેરાત કરતાં રોમાંચ અનુભવીએ છીએ કે, Dr Vaidya's && V3. વેન્ચર્સના સ્થાપક અર્જુન વૈદ્ય Google India ખાતે વેન્ચર કેપિટલના વડા અપૂર્વ ચામરિયા વાહે સ્કિન સાયન્સના સ્થાપક મનીષ ચૌધરી તેમજ અન્ય અગ્રણીઓ આ સમિટમાં ભાગ લઈ રહ્યા છે જેઓ ટેક્નોલોજી બિઝનેસ અને ઉદ્યોગસાહસિકતાના નવીનતમ વલણો પર તેમની આંતરદૃષ્ટિ અને તેમની કુશળતા શેર કરશે.






