મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

CG રોડ પર પાર્કિંગ માટે નવી વ્યવસ્થા, જાણો કેશલેસ પેમેન્ટની સ્માર્ટ ફ્લેપ સિસ્ટમ કેવી રીતે કામ કરશે?

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરની ટ્રા

CG રોડ પર પાર્કિંગ માટે નવી વ્યવસ્થા, જાણો કેશલેસ પેમેન્ટની સ્માર્ટ ફ્લેપ સિસ્ટમ કેવી રીતે કામ કરશે?
આ સમાચાર સાંભળો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરની ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુવ્યવસ્થિત કરવાના ભાગરૂપે સી.જી. રોડ પર સ્ટેડિયમ ક્રોસ રોડથી પંચવટી ક્રોસ રોડ સુધીના વિસ્તારમાં 280 ઓન-સ્ટ્રીટ સ્માર્ટ ફ્લેપ પાર્કિંગ સ્લોટ શરૂ કરવામાં આવ્યા છે. રસ્તા પર થતા અયોગ્ય અને ગેરકાયદે પાર્કિંગને અટકાવવા અને વાહનચાલકોને પારદર્શક પાર્કિંગ સુવિધા પૂરી પાડવા માટે આ અત્યાધુનિક સિસ્ટમ અમલી બનાવાઈ છે.

કેવી રીતે કામ કરશે સ્માર્ટ ફ્લેપ પાર્કિંગ સિસ્ટમ?

AMC દ્વારા આપેલી માહિતી અનુસાર, આ સિસ્ટમ હેઠળ નાગરિકો નિર્ધારિત પાર્કિંગ સ્લોટમાં પોતાનું ફોર-વ્હીલર પાર્ક કરશે, ત્યારે સેન્સર આધારિત ઓટોમેટેડ ફ્લેપ બેરિયર આપમેળે ઉપર આવી વાહનને લોક કરશે. વાહન માલિક જ્યારે કાર પરત લેવા આવશે, ત્યારે પાર્કિંગનો સમય ઓટોમેટિક કેલ્ક્યુલેટ થશે. દર્શાવેલા QR કોડને સ્કેન કરીને UPI અથવા અન્ય ડિજિટલ માધ્યમથી પાર્કિંગ ફી ચૂકવ્યા બાદ ફ્લેપ બેરિયર આપમેળે અનલોક થશે, જેથી વાહન સરળતાથી બહાર લઈ જઈ શકાશે.

રોકડ વ્યવહાર પર પ્રતિબંધ, ટુ-વ્હીલર માટે ‘નો એન્ટ્રી’

આ સ્માર્ટ ફ્લેપ પાર્કિંગ સુવિધામાં કોઈપણ પ્રકારની રોકડ રકમ (કેશ) સ્વીકારવામાં આવશે નહીં. જો કોઈ વ્યક્તિ પાર્કિંગના નામે રોકડની માગણી કરે તો લોકોએ નાણાં ન આપવા અને તુરંત AMCની હેલ્પલાઈન પર જાણ કરવી. ત્યારે કોર્પોરેશન દ્વારા મંજૂર કરાયેલી એજન્સીના અધિકૃત કર્મચારીઓ ઓળખકાર્ડ ધરાવતા હશે અને તે AMCના લોગોવાળું પીળા રંગનું ટી-શર્ટ પહેરેલી હશે.

મહત્ત્વની બાબત એ છે કે આ સ્માર્ટ ફ્લેપ પાર્કિંગ સુવિધા માત્ર ફોર-વ્હીલર વાહનો માટે જ છે. જ્યાં આ સ્માર્ટ ફ્લેપ લગાવવામાં આવ્યા છે ત્યાં ટુ-વ્હીલર પાર્ક ન કરવા AMCએ સ્પષ્ટ સૂચના આપી છે. નિયત સ્લોટ સિવાયના અથવા નો-પાર્કિંગ વિસ્તારમાં વાહન પાર્ક કરનારા સામે વ્હીલ-લોક સહિતની દંડાત્મક કાર્યવાહી કરાશે.

આ સમાચાર શેર કરો