મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અરણેજ પાસે આઈસર ટ્રક અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત: બે યુવકોના નીપજ્યા મોત

અમદાવાદના બગોદરા-વટામણ હાઈવે પર અરણેજ ગામ પાસે એક અત્યંત ગમખ્વાર અકસ્માત સર્જાય

તસવીર: gstv

અમદાવાદના બગોદરા-વટામણ હાઈવે પર અરણેજ ગામ પાસે એક અત્યંત ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આઈસર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયેલા આ ભયાનક અકસ્માતમાં બાઈક પર સવાર બે યુવકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા છે. મળતી માહિતી મુજબ, મરણજનાર બંને યુવકો બાઈક લઈને વડોદરા તરફ જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માતનો ભોગ બન્યા હતા. ઘટનાની જાણ થતાં જ બગોદરા ૧૦૮ની ટીમ અને કોઠ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે મૃતકોના પરિવારજનોનો સંપર્ક કરવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે, તેમજ બંને યુવકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો