શર્મનાક ઘટના: ખંભાળિયામાં સગીર ભત્રીજાએ સગી ફઈ પર બગાડી નજર, પીડિતા પર આચર્યું દુષ્કર્મ
ગુજરાતના ખંભાળિયામાં સભ્ય સમાજને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. રાજકોટના ખંભાળિયામાં રહેતા એક પરિવારના સગીરે સગ

ગુજરાતના ખંભાળિયામાં સભ્ય સમાજને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. રાજકોટના ખંભાળિયામાં રહેતા એક પરિવારના સગીરે સગી ફોઈ પર દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. ઘટનામાં પોલીસે પીડિતા અને કિશોરનું મેડિકલ ચેકઅપ કરીને ગુનો નોઁધ્યો છે.
ખંભાળિયાની આ ઘટનાએ તમામને સ્તબ્ધ કરી દીધા
ખંભાળિયામાં આ ઘટનાએ તમામ લોકોને સ્તબ્ધ કરી દીધા છે. આ બનાવને અનુલક્ષીને ડી.વાય.એસ.પી તેમજ પી.આઈ.ની ટીમ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમજ સગીર વયના કિશોરની અટકાયત કરવામાં આવી છે.
ભોગ બનનાર યુવતી અસ્થિર મગજની
ભોગ બનનાર યુવતી અસ્થિર મગજની હોવાનું સામે આવ્યું છે. આ બનાવમાં સગીરના કાકા દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. દુષ્કર્મના કેસમાં કપડાં સહિત અન્ય પુરાવાઓને પોલીસે એકત્રિત કર્યા હતા. આજના આ ડિજિટલ અને મોબાઈલના યુગમાં સગીર કિશોર દ્વારા ફઈ પર દુષ્કર્મની ઘટનાએ સભ્ય સમાજમાં ભારે ચર્ચા જગાવી છે.






