VIDEO: ખેરગામ પાસે શામળા ફળિયામાં લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 11 મુસાફરોને પહોંચી ઈજા
સોર્સ : GSTV
રાજ્યના નવસારીમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં નવસારીના ખેરગામ પાસે શામળા ફળિયામાં લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. સુરતથી ધરમપુર આશ્રમ જઈ રહેલી બસના ચાલકની ગંભીર ભૂલને કારણે આ ઘટના બની હતી.
બસનો ડ્રાઈવર ચાલુ બસે ફોન પર વાત કરી રહ્યો હતો
પ્રત્યક્ષદર્શીઓના મતે, બસનો ડ્રાઈવર ચાલુ બસે ફોન પર વાત કરી રહ્યો હતો, જેના કારણે બસ પરથી કાબૂ ગુમાવ્યો હતો. આ દુર્ઘટનામાં ૬ મહિલા અને ૩ બાળકો સહિત કુલ ૧૧ મુસાફરોને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.

