Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નવસારી : Video/ A young man sitting on a cricket ground in Bilimora was crushed to death by a car

Video/ બીલીમોરામાં ક્રિકેટ ગ્રાઉન્ડ પર બેઠેલા યુવકને કારે કચડી નાખતા મોત

Timeછેલ્લું અપડેટ : 07 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

નવસારીના બીલીમોરા નજીક એક અત્યંત કરુણ અને આઘાતજનક અકસ્માતની ઘટના સામે આવી છે. બીલીમોરાના ખાપરવાડા ગ્રાઉન્ડ પાસે બેફામ ગતિએ આવતી એક કારે મેદાનમાં બેઠેલા નિર્દોષ યુવકને અડફેટે લેતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

App Store

શું હતી સમગ્ર ઘટના?

મળતી માહિતી મુજબ, બીલીમોરાના ખાપરવાડા ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે અશોક આહીર નામનો યુવાન બેઠો હતો. આ દરમિયાન એક અજાણી કારના ચાલકે બેફામ રીતે કાર હંકારી અશોક આહીરને ગંભીર રીતે કચડી નાખ્યો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે યુવાનને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

સારવાર દરમિયાન તોડ્યો દમ

ઘટના બાદ આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં અશોકને બીલીમોરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, ઈજાઓ વધુ ગંભીર હોવાથી અને વધુ પડતું લોહી વહી જવાને કારણે ટૂંકી સારવાર બાદ યુવકે દમ તોડી દીધો હતો. યુવાનના અકાળે અવસાનથી આહીર પરિવાર અને સ્થાનિકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

પોલીસ તપાસ તેજ

અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હોવાની માહિતી મળી રહી છે. આ મામલે બીલીમોરા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ટોપિક્સ:navsaribilimoraaccidentcrimedeath