Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નવસારી : Navsari: Serious allegations against mining officer in soil mining scam case

VIDEO: નવસારી: માટી ખનન કૌભાંડ મામલે ખનીજ અધિકારી સામે ગંભીર આક્ષેપ

Timeછેલ્લું અપડેટ : 24 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

નવસારીના માઇનિંગ કોન્ટ્રાક્ટર રોહિત સેઠિયાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ કરીને જિલ્લાના ખાણ ખનીજ વિભાગમાં મોટા પાયે ચાલી રહેલા માટી ખનન કૌભાંડ અને ભ્રષ્ટાચારનો સળગતો પર્દાફાશ કર્યો છે. કોન્ટ્રાક્ટરે પોતાની હૈયા વરાળ ઠાલવતા ખાણ ખનીજ અધિકારી પ્રવીણ ખાંભલા પર ગંભીર આક્ષેપો કર્યા છે કે, તમામ કાનૂની નિયમોનું પાલન કરવા અને પેનલ્ટી ભરવા છતાં તેમને વ્યક્તિગત રીતે હેરાન કરી ગ્રાન્ટ ઓર્ડર આપવાનો ઇનકાર કરાયો છે, જ્યારે બીજી તરફ અધિકારીની રહેમનજર હેઠળ પૂર્વ પટ્ટીના આશરે 40 જેટલા તળાવોમાંથી નિયમોને નેવે મૂકીને 20 હજારથી વધુ ગાડીઓ માટીની ગેરકાયદેસર ચોરી કરવામાં આવી રહી છે. સેઠિયાએ વધુમાં દાવો કર્યો છે કે, અન્ય તળાવો પર માત્ર 12 ટકાથી પણ ઓછી રોયલ્ટીનો ઉપયોગ કરીને ખુલ્લેઆમ ગેરકાયદેસર ખનનને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે અને આગામી 3થી 4 દિવસમાં થનારા વરસાદનો ફાયદો ઉઠાવીને ભ્રષ્ટ અધિકારીઓ તેમજ મનપસંદ કોન્ટ્રાક્ટરો આ સમગ્ર ગેરકાયદેસર ખનન પર પાણી ફેરવી પુરાવા છુપાવવાની ફિરાકમાં છે, જેથી કલેક્ટર આ મામલે તાત્કાલિક કડક કાર્યવાહી કરે.

App Store