VIDEO: Navsari જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો; ચીખલી અને ગણદેવીમાં પવન સાથે વરસાદી ઝાપટાં
સોર્સ : GSTV
હવામાન વિભાગની આગાહી વચ્ચે નવસારી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. ચીખલી અને ગણદેવી તાલુકાના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ચીખલી, થાલા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદનું આગમન થતાં લોકોને અસહ્ય ગરમી અને બફારાથી આંશિક રાહત મળી છે. વરસાદના કારણે રસ્તાઓ ભીના બન્યા હતા અને સમગ્ર વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો હતો. ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે આ વરસાદને ચોમાસાના આગમનના સંકેત તરીકે જોવામાં આવી રહ્યો છે. ગરમીથી ત્રસ્ત લોકો માટે વરસાદ રાહતનો શ્વાસ સાબિત થયો છે.

