Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નવસારી : Gujarati youth murdered in Australia, stabbed to death by friend

Australia માં 2 ગુજરાતી યુવાન વચ્ચે થયો ઝગડો, Navsari ના યુવકની ચાકુ મારીને હત્યા

Timeછેલ્લું અપડેટ : 09 Apr 2025
લાઇવ ટીવીGoogle News
Australia માં 2 ગુજરાતી યુવાન વચ્ચે થયો ઝગડો, Navsari ના યુવકની ચાકુ મારીને હત્યા

ઓસ્ટ્રેલિયામાં ભારતીયો વિરુદ્ધ ગુનાઓની ઘટનાઓમાં વધારો થયો છે. હવે મેલબોર્નમાં એક ગુજરાતી યુવકની હત્યા કરવામાં આવી છે. યુવક સાથે બનેલી ઘટનાની માહિતી મળતાં પીડિત પરિવારમાં શોકનો માહોલ છે. મૃતકની ઓળખ મિહિર દેસાઈ તરીકે થઈ છે.

App Store

રૂમમેટ દ્વારા હત્યા

મિહિર દેસાઈ મેલબોર્નના બરવુડ વિસ્તારમાં રહેતા હતા અને મૂળ ગુજરાતના નવસારીના બિલીમોરાનો વાતની હતો.  મિહિરની હત્યા તેના જ રૂમમેટ દ્વારા કરવામાં આવે છે. હાલમાં, હત્યા પાછળના કારણો હજુ સુધી બહાર આવ્યા નથી.

ઘટનાસ્થળે જ મૃત્યુ 

ઘટનાની માહિતી મળતાં જ સ્થાનિક પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જોકે, ગંભીર ઈજાઓને કારણે મિહિરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસે આ કેસમાં તાત્કાલિક કાર્યવાહી કરી અને નજીકના ઘરમાંથી ભારતીય મૂળના 42 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરી.

ફોરેન્સિક ટીમે પુરાવા એકત્રિત કર્યા

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આરોપી અને મૃતક એકબીજાને ઓળખતા હતા અને રૂમમેટ તરીકે સાથે રહેતા હતા. ફોરેન્સિક ટીમે ઘટનાસ્થળેથી પુરાવા એકત્રિત કર્યા છે અને પડોશીઓની પણ પૂછપરછ કરી છે. બંને વચ્ચે કયા મુદ્દે ઝઘડો થયો તે અંગે હજુ સુધી કંઈ જાણી શકાયું નથી.

પોલીસ તપાસ કરી રહી છે

મિહિર દેસાઈ સાથેની આ ઘટના બાદ મેલબોર્નના સ્થાનિક ગુજરાતી સમુદાયમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બીલીમોરામાં રહેતા મિહિરનો પરિવાર પણ આ આઘાતજનક સમાચારથી શોકમાં ડૂબી ગયો છે. મેલબોર્ન પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.

પહેલા પણ એક ભારતીયની હત્યા થઈ ચૂકી છે

ગયા વર્ષની શરૂઆતમાં પણ ઓસ્ટ્રેલિયામાં કેટલાક ભારતીય વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી લડાઈ દરમિયાન 22 વર્ષીય MTech વિદ્યાર્થીની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. મૃતક વિદ્યાર્થીની ઓળખ નવજીત સંધુ તરીકે થઈ છે. નવજીત હરિયાણાના કરનાલનો રહેવાસી હતો.