મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

નવસારી: દાંડીના દરિયામાં 7માંથી ત્રણનો બચાવ, ચારના મળ્યા મૃતદેહ

નવસારીના દાંડીના દરિયાકાંઠે રવિવારની રજામાં ફરવા આવેલા ત્રણ પરિવારના 7 લોકો દરિયામાં ગરકાવ થઈ ગય

નવસારી: દાંડીના દરિયામાં 7માંથી ત્રણનો બચાવ, ચારના મળ્યા મૃતદેહ

નવસારીના દાંડીના દરિયાકાંઠે રવિવારની રજામાં ફરવા આવેલા ત્રણ પરિવારના 7 લોકો દરિયામાં ગરકાવ થઈ ગયા હતા. ત્રણ લોકોને તો બચાવી લીધા હતા, જ્યારે 4 લોકોના મોત નિપજ્યા હતા. જેમાં ગત રોજ બેના મૃતદેહ મળી આવ્યા હતા, અન્ય બે લોકોના આજે મૃતદેહ મળ્યા હતા. અલગ અલગ ત્રણ પરિવારોના 7 લોકો ડૂબ્યા હતા.

 ગત રોજ બેના મૃતદેહ મળી આવ્યા

બે પરિવારના વિપુલભાઈ ઈશ્વરભાઈ હળપતિ, રાકેશ અને અતિશ નામના ત્રણ વ્યકિતને બચાવી લેવાયા હતા. આજે સવારે યુવરાજ નામના યુવાનનો  અને સુશિલાનામની મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. ગત રોજ બે લોકોના પણ મતદેહ મળી આવ્યાં હતા.

આજે યુવરાજ નામના યુવાનન  અને સુશિલાનામની મહિલાનો મૃતદેહ મળી આવ્યો

પોલીસે સલામતીના ભાગરૂપે અન્ય સહેલાણીઓને દરિયાકિનારેથી દૂર કરી દીધા. હતા. સુશિલાબેન નામના મહિલા તેમના પુત્ર યુવરાજ (ઉ.વ.20) , દેશરાજ (ઉ.વ.15) અને રાજસ્થાનથી ફરવા આવેલી બહેનની દીકરી દુર્ગા (ઉ.વ. 17) સાથે દાંડી ફરવા આવ્યા હતા. 

આ સમાચાર શેર કરો