અમદાવાદ : નારોલ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીનો વચેટીયો 50 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો
Ahmedabad News : અમદાવાદ શહેરમાં એન્ટી કરપ્શન બ્યુરોએ નારોલ પોલીસ સ

Ahmedabad News : અમદાવાદ શહેરમાં એન્ટી કરપ્શન બ્યુરોએ નારોલ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીના વચેટીયાને 50 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો છે.
આ કેસમાં ફરીયાદીને ત્રણ વિદેશી દારૂની બોટલ સાથે નારોલ પોલીસ સ્ટેશનની હદમાંથી પકડવામાં આવ્યો હતો અને ફરીયાદીને કર્ણાવતી પોલીસ ચોકી ખાતે લઇ જવામાં આવ્યો હતો. ત્યા પોલીસકર્મી બીપીનભાઇએ ફરીયાદીની વિરુદ્ધમાં વિદેશી દારૂનો કેસ નહીં કરવા તથા ફરીયાદીનું બર્કમેન સ્કુટર કબજે નહીં કરવા ફરીયાદી પાસેથી રૂ.5,00,000/- ની લાંચની માંગણી કરી હતી અને રકઝકના અંતે રૂ.70,000/- નક્કી કરી રૂ.20,000/- તે વખતે લઇ લીધેલા અને બાકીના રૂ.50,000/- વચેટીયા બાલકુષ્ણ મોહનભાઇ શર્માને આપી દેવા જણાવ્યું હતું.
ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેણે ACBનો સંપર્ક કરી ફરીયાદી આપતા ફરીયાદીની ફરીયાદ આધારે આજ રોજ શૌર્ય રેસીડેન્સી એપાર્ટમેન્ટ આગળ જાહેરમાં ગોઠવેલ લાંચના છટકા દરમિયાન પોલીસકર્મીનો વચેટીયા બાલકુષ્ણ મોહનભાઇ શર્માએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી લાંચના છટકા દરમ્યાન પકડાઇ ગયેલ છે.






