Video: ભાદરવા ધામે ભાથીજી મહારાજનો મેળો

નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ભાદરવા ગામે દેવ દિવાળીના પાવન પર્વે ભાથીજી મહારાજનો ભાતીગળ મેળો યોજાવા જઈ રહ્યો છે. આ મેળામાં ગુજરાત અને મહારાષ્ટ્ર સહિતના વિવિધ વિસ્તારોમાંથી આદિવાસી શ્રદ્ધાળુઓ પગપાળા ભાદરવા ધામે પહોંચી રહ્યા છે. ભાથીજી મહારાજની શૌર્યગાથા અને ગૌરક્ષા માટેના બલિદાન સાથે જોડાયેલી આ પરંપરા આજે પણ લોકોની અતૂટ શ્રદ્ધાનું પ્રતીક છે. ઢોલ-નગારાંના તાલે ભજન-કીર્તન અને પરંપરાગત વેશભૂષામાં આદિવાસી મહિલાઓનાં નૃત્યો મેળાનું મુખ્ય આકર્ષણ બની રહ્યાં છે. પાંચ વર્ષની માનતા પૂર્ણ થતાં સાગબારા તાલુકાના ઉમાનગામના દિગમ્બર વસાવા પણ ગામલોકો સાથે પગપાળા ભાદરવા ધામે જવા નીકળ્યા છે. બીજી તરફ યાત્રાળુઓની સેવા માટે ચિમીપાણી, જલારામ મંદિર, યાલ, ખૂટાઆંબા અને મોટા લીમટવાડા સહિત અનેક સ્થળોએ ભંડારાનું આયોજન કરાયું છે.
જાહેરાત










