Video : નર્મદા નદીનું પાણી ભયજનક સ્તરે, કાંઠાવર્તી ગામોમાં એલર્ટ
ભરૂચ ખાતે નર્મદા ડેમમાંથી સાડા ચાર લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા નર્મદા નદીની જળસપાટ
ભરૂચ ખાતે નર્મદા ડેમમાંથી સાડા ચાર લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા નર્મદા નદીની જળસપાટીમાં વધારો થયો છે... રાત્રિના સમયે ગોલ્ડન બ્રિજ પાસે જળસપાટી વોર્નિંગ લેવલના 22 ફૂટને સ્પર્શી ગઈ હતી... જ્યારે સવારે જળસપાટી ભયજનક સ્તર 24 ફૂટ સુધી પહોંચી હતી... પરિસ્થિતિને પગલે જિલ્લાના કાંઠાવર્તી વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે...મામલતદાર અને તંત્રની ટીમો અંકલેશ્વરના ગામોની મુલાકાતે પહોંચી છે... ગ્રામજનોને સાવચેત રહેવા અને તંત્રને સહયોગ આપી સુરક્ષિત સ્થળે ખસવા અનુરોધ કરવામાં આવ્યું છે...




