સુરતમાં મિત્રો વચ્ચેની મજાકમાં હત્યા, ખૂની ખેલ ખેલનારનો જાહેરમાં વરઘોડો નીકળતાં જોડ્યા હાથ

સુરતમાં ગંભીર ગુનાઓને અંજામ આપનાર સામે પોલીસ કડકાઈથી કામ કરી રહી છે. પાંડેસરામાં મિત્રો વચ્ચેની મજાકમાં હત્યાને અંજામ આપનારા બે આરોપીઓને ઝડપી લીધા બાદ પોલીસે સરઘસ કાઢ્યું હતું. જેમાં આરોપીઓએ હાથ જોડીને માફીની માગ કરી હતી. રડતાં રડતાં અને લંગડાતા પગે આરોપીઓને ઘટના સ્થળે લઈ જવાયા હતાં.
જીવલેણ હુમલો કર્યો હતો
વડોદ આવાસ સ્થિત સરકારી સ્કૂલની બાજુમાં બિલ્ડીંગ નં. 22માં રહેતો દીપક રવિન્દ્ર સાવ તેના મિત્ર દીપકસિંહ ઉર્ફે બાટલા સાથે ઘર નજીક વડોદ હેલ્થ સેન્ટરની ગલીમાં બેઠો હતો. ત્યારે સ્થાનિક વિસ્તારના માથાભારે મનિષ ઉર્ફે કલ્લુ દેવીચરણ પ્રજાપતિ અને કૃષ્ણા ઉર્ફે લંબુ શિવરામ તિવારી અચાનક ત્યાં પહોંચી ગયા અને દીપક પર જીવલેણ હુમલો કર્યો હતો.
મોતને ઘાટ ઉતારાયો
મનીષે કાતર વડે દીપકના મોંઢા, ગળા, છાતી અને પીઠના ભાગે 8 ઘા ઝીંક્યા, જ્યારે દીપકસિંહને માત્ર ઢીકમુક્કાનો જ માર માર્યો. લોહીલુહાણ હાલતમાં દીપકને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ લઇ જવાયો હતો, જ્યાં ટુંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

