મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

જૂનાગઢ: મનપાના જેસીબીના ચાલકે કચરો વીણતા સગીરનો ભોગ લીધો, પરિવારમાં શોકનો માહોલ છવાયો

જૂનાગઢમાં મનપાની ડમ્પિંગ સાઈડ પર કચરો વીણતા સગીરને મનપાની જ જેસીબીના ચાલકે અડફેટે લીતા મોત નિપજ્યું હત

જૂનાગઢ: મનપાના જેસીબીના ચાલકે કચરો વીણતા સગીરનો ભોગ લીધો, પરિવારમાં શોકનો માહોલ છવાયો

જૂનાગઢમાં મનપાની ડમ્પિંગ સાઈડ પર કચરો વીણતા સગીરને મનપાની જ જેસીબીના ચાલકે અડફેટે લીતા મોત નિપજ્યું હતું. સગીરનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. 

પ્રાપ્ત માહિતી પ્રમાણે જૂનાગઢમાં હાજીયાણી બાગ નજીક મનપા દ્વારા કચરો ઠાલવવામા આવે છે. ડમ્પિંગ સાઈડ પર મૃતક સગીર તેની માતા સાથે કચરો વીણી રહ્યો હતો.

પોલીસે હાલ જેસીબી ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી

આ દરમિયાન મનપાના જેસીબીના ચાલકે કચરો વીણતા સગીરને અડફેટે લીધો હતો. જે બાદ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બીજી તરફ પોલીસે હાલ જેસીબી ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો