સુરતમાં વ્યાજખોરોના આતંકનો ભોગ બન્યા પાલિકાના કર્મીઓ, 54 લાખ ચૂકવ્યા છતાં ત્રાસથી એકે પીધું ઝેર
સ્પેશિયલ ડ્રાઈવ અવારનવાર યોજવા છતાં વ્યાજખોરોનો ત્રાસ સતત વધી રહ્યો છે. ત્યારે સુરતના વેડ રોડ વિસ્તારમાં રહેતા બે સગા ભાઈ

સ્પેશિયલ ડ્રાઈવ અવારનવાર યોજવા છતાં વ્યાજખોરોનો ત્રાસ સતત વધી રહ્યો છે. ત્યારે સુરતના વેડ રોડ વિસ્તારમાં રહેતા બે સગા ભાઈઓ વ્યાજખોરોના ત્રાસને કારણે આર્થિક સંકટમાં ફસાઈ ગયા હતાં. 54 લાખ રૂપિયાની મુદ્દલ ચૂકવ્યા છતાં વ્યાજખોરો તેમની પર દબાણ બનાવતા એક ભાઈએ ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસ ફરિયાદ નોંધાઇ અને એક વ્યાજખોરની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ચાર આરોપીઓ હજુ ફરાર છે.
આપઘાતનો પ્રયાસ
વિનોદભાઈ ખોડાભાઈ પરમાર અને તેમના મોટા ભાઈ જીતેન્દ્રભાઈ પરમાર સુરત મહાનગરપાલિકામાં નોકરી કરે છે. વિનોદભાઈ ભટાર વોર્ડ ઓફિસમાં સુપરવાઈઝર છે. વર્ષ 2008માં જીતેન્દ્રભાઈએ 7%ના વ્યાજ દરે 10 લાખ તેમના જ જ્ઞાતિના વ્યક્તિ બીપીન હેડંબા પાસેથી લીધા હતા. સમય જતાં તેઓ વ્યાજ ભરવામાં અસમર્થ બનતા બીજા ચાર વ્યાજખોરો પાસેથી વધુ નાણાં લેવા મજબૂર થયા અને કુલ 5 વ્યાજખોરો પાસેથી 54 લાખ ઉધાર લીધા. ત્રાસ એટલો વધી ગયો કે, 27મી ફેબ્રુઆરીએ જીતેન્દ્રભાઈએ દવા ગટગટાવી અને તેમને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.
ચાર હજુ ફરાર
જીતેન્દ્રભાઈએ 7 ટકાના વ્યાજે 10 લાખ, 5 ટકાના વ્યાજે 15 લાખ, 3 ટકાના વ્યાજે 10 લાખ અને 10 ટકાના વ્યાજે 5 લાખ વગેરે લીધા હતા. જોકે, મૂળ રકમ કરતાં અનેક ગણું વધુ ચૂકવવા છતાં વ્યાજખોરો દબાણ કરતા રહ્યા. વિનોદભાઈએ પણ 9 લાખ લીધા બાદ 25 લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરોએ તેમના મકાનના દસ્તાવેજ અને 10 ચેક લખાવી લીધા હતા. આ ત્રાસ બાદ વિનોદભાઈની ફરિયાદને આધારે ચોકબજાર પોલીસ મથકે બીપીન હેડંબા, કનુ બારીયા, મનોજ વિરાસ, પ્રકાશ સોસા અને જીજ્ઞેશ જોગડીયા વિરુદ્ધ ગુનો નોંધ્યો. આરોપી બીપીન હેડંબાની ધરપકડ કરવામાં આવી છે જ્યારે અન્ય ચાર આરોપીઓની શોધખોળ ચાલી રહી છે.








