મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગીર-સોમનાથ: વેરાવળ નગરપાલિકાનો વધુ એક ભ્રષ્ટાચાર આવ્યો સામે

ભાજપ શાસિત વેરાવળ નગરપાલિકામાં ઘરની જેમ વહીવટ ચલાવાતો હોવાનો પુરાવા સામે આવ્યા છે. પ્રાદેશિક કમિશનરન

ગીર-સોમનાથ: વેરાવળ નગરપાલિકાનો વધુ એક ભ્રષ્ટાચાર આવ્યો સામે

ભાજપ શાસિત વેરાવળ નગરપાલિકામાં ઘરની જેમ વહીવટ ચલાવાતો હોવાનો પુરાવા સામે આવ્યા છે. પ્રાદેશિક કમિશનરનો સરકારમાં સ્ફોટક રિપોર્ટમાં આ અંગેની માહિતી સામે આવી છે. નગરપાલિકાએ સ્વિમિંગ પુલ રિપેરિંગના નામે 22.22 લાખની ગેરરીતિ આચરી હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ સામે આવ્યો છે.

વેરાવળ નગરપાલિકામાં ટેન્ડર કૌભાંડ બાદ વધુ એક કૌભાંડનો પર્દાફાશ થયો છે. જેમાં નિયમોને નેવે મૂકીને બંધ કવરમાં ભાવ મંગાવ્યા હોવાનો ખુલાસો થયો છે. આ બધું કામ યુવા ભાજપ મહામંત્રીની એજન્સીને સોંપાયું હતું. જે બાદ પ્રાદેશિક કમિશનરની તપાસમાં કૌભાંડનો પર્દાફાશ થયો હતો.

જશરાજ એન્ટરપ્રાઇઝને ઠરાવ કે મંજૂરી વગર ચૂકવણું કરાયાનું સામે આવ્યું છે. જેથી પાલિકાના તત્કાલિન ચીફ ઓફિસર ચેતન ડુડિયા, ઈજનેર ભગીરથ પઢીયાર, દિવ્યેશ કીડેચા, ઈન્ટરનલ ઓડિટર કોમલ નાથાણી, એકાઉન્ટન્ટ જગદીશ મોરીની સંડોવણી સામે આવી હતી. ચીફ ઓફિસર સહિતે સંસ્થાને નુકસાન પહોંચાડ્યું હતું. જવાબદારી નક્કી કરી 18 ટકા લેખે વસૂલાત કરવા માંગ થઈ રહી છે. આ ઉપરાંત તમામ સામે ફોજદારી કાર્યવાહીની તૈયારી થઈ રહી છે. આ સમગ્ર કૌભાંડ થયાનું સામે આવતા ભાજપના પદાધિકારીઓના ઈશારે નિયમો નેવે મૂકી કૌભાંડ આચરનારા અધિકારીઓ મુશ્કેલીમાં મૂકાયા છે.

આ સમાચાર શેર કરો