VIDEO: Narmadaનું રાજકારણ ગરમાયું, વેપારીને માર મારવાના કેસમાં સાંસદે લખ્યો CMને પત્ર
નર્મદા જિલ્લાના ઉમલ્લા ગામે ઇલેક્ટ્રિક સાધનોના વેપારી પર હુમલા બાદ મામલો રાજકીય રીતે ગરમાયો છે. ભાજ
નર્મદા જિલ્લાના ઉમલ્લા ગામે ઇલેક્ટ્રિક સાધનોના વેપારી પર હુમલા બાદ મામલો રાજકીય રીતે ગરમાયો છે. ભાજપના ધારાસભ્ય રિતેશ વસાવા ઉપર કેસ દબાવવાનો પ્રયાસ કરવાનો આક્ષેપ થયો છે, જેને લઈને સાંસદ મનસુખ વસાવા વચ્ચે પડ્યા. સાંસદે મુખ્યમંત્રીને પત્ર લખી વેપારીને ન્યાય અપાવવા માંગ કરી.મુખ્યમંત્રીના હુકમ બાદ વેપારી પર હુમલો કરનારની ધરપકડ કરવામાં આવી. મળતી માહિતી મુજબ, હુમલો પ્રકાશ દેસાઈના ડ્રાઈવરે કર્યો હતો. સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે, "ભાજપ સાથે જોડાયેલા વેપારીઓને ભાજપના જ લોકો માર મારે એ ખોટું છે. ધારાસભ્ય રિતેશ વસાવા અને પ્રકાશ દેસાઈ BTPમાંથી આવ્યા હોય તે વિચારધારા પ્રમાણે ચાલે છે. જો ભાજપની વિચારધારા અપનાવે તો સારું, નહીં તો કૂતરાની પુછડીની જેમ વાંકું જ રહેશે."તેમણે આગળ જણાવ્યું કે "જનતા કા રાજ ટીમ 81" જેવી બાઈક ટિમો સર્જે છે, લોકો પર દબાણ કરે છે, રંઝાડે છે અને ધમાલ મચાવે છે. આવા ગ્રુપો બંધ થવા જોઈએ."


