મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

નર્મદામાં ડૂબેલા 7માંથી 3ના મૃતદેહ મળ્યા, સુરતમાં અંતિમયાત્રા નીકળતાં શોકનો માહોલ

સુરતના સણીયા હેમાદથી નર્મદા નદીના કિનારે આવેલા પોઇચામાં પરિવાર ગયું હતું. મંગળવારે 6 બ

નર્મદામાં ડૂબેલા 7માંથી 3ના મૃતદેહ મળ્યા, સુરતમાં અંતિમયાત્રા નીકળતાં શોકનો માહોલ

સુરતના સણીયા હેમાદથી નર્મદા નદીના કિનારે આવેલા પોઇચામાં પરિવાર ગયું હતું. મંગળવારે 6 બાળકો સહિત 7 શ્રધ્ધાળુઓના ડુબવાની ઘટના બાદ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક નાવિકોએ મૃતદેહોને શોધખોળ શરૂ કરી હતી. પાણી ઉંડા હોવાથી તંત્રએ એનડીઆરએફ તથા ભરૂચ, વડોદરા, રાજપીપળા અને કરજણથી ફાયર વિભાગની ટીમો બોલાવી હતી. 7માંથી 3ના મૃતદેહ મળ્યા હતાં. જેમને સુરત લવાયા હતાં. અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં હતાં.

ગામ હિબકે ચડ્યું

સણીયા હેમાદ ખાતે મૃતદેહ કિશોરનો આવ્યો ત્યારે તમામ લોકોની આંખમાં આંસુ આવી ગયા હતાં. ઘેરા શોકની લાગણી તમામના ચહેરા પર જોવા મળી હતી. અંતિમયાત્રામાં જોડાયેલા લોકો હિબકે ચડ્યાં હતાં. મહિલાઓએ હૈયાફાટ રૂદન કર્યું હતું. સાથે જ આ પ્રકારની દુર્ઘટના કોઈ સાથે ન થાય તેવી ભગવાનને પ્રાર્થના કરી હતી.

ગૂમ થયેલાની શોધખોળ યથાવત

પોઇચાથી રંગસેતુ સુધીના 2.50 કિમીના નદી વિસ્તારમાં ડુબેલાઓની શોધખોળ કરવામાં આવી રહી છે. મંગળવારે રાતના 10 વાગ્યા સુધી શોધખોળ કરવા છતાં એક પણ મૃતદેહ મળ્યો ન હતો. બુધવારે સવારે 8 વાગ્યાથી 8 ટીમના 60 તરવૈયાઓએ આધુનિક ઉપકરણો સાથે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. પોઇચા કે જયાં બનાવ બન્યો હતો તેનાથી 2.50 કીમી દૂર રંગસેતુ પાસે તરવૈયાઓની ટીમને એક બાળકનો મૃતદેહ પાણી પર તરતો દેખાયો હતો.

આ સમાચાર શેર કરો