મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં આવતાં નવીનીકરણ કરેલા તળાવોની જાળવણી માટે અમિત શાહની હાજરીમાં ટોરેન્ટ ગૃપ અને સરકાર દ્વારા MOU

MOU signed between Torrent Group and Government in presence of Amit Shah for maintenance of renovated lakes in Gandhinagar parliamentary constituency |

ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં આવતાં નવીનીકરણ કરેલા તળાવોની જાળવણી માટે અમિત શાહની હાજરીમાં ટોરેન્ટ ગૃપ અને સરકાર દ્વારા MOU

 Gandhinagar news: ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં અમિતભાઈ શાહના પ્રયાસોથી તળાવોના નવીનીકરણ અને પુનર્જીવિત કરવાનું કાર્ય સાતત્યપૂર્ણ રીતે આગળ વધી રહ્યું છે. શાહના સાંસદ તરીકે ચૂંટાયા બાદ તેઓએ ગાંધીનગર લોકસભા હરિયાળી લોકસભા બને અને ક્ષેત્રમાં ગ્રીન કવર વધે તે માટે ઘનિષ્ઠ અભિયાન આદરવાની સાથે લોકસભા ક્ષેત્રમાં અનેક તળાવોના નવીનીકરણની ઝુંબેશ પણ હાથ ધરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના દરેક જિલ્લામાં 75 અમૃત તળાવનું નિર્માણ કરવાના આહવાનને જીલીને અમિતભાઈ શાહ રાજ્ય સરકારના સહયોગથી તળાવોના નવીનીકરણ કરવાના સંકલ્પમાં મક્કમ ગતિથી આગળ વધી રહ્યા છે.

   આ સંદર્ભે ઘાટલોડિયા વિધાનસભામાં 20 પૂર્ણ, 5 તળાવના કામ પ્રગતિમાં અને ૩ આયોજનમાં, સાબરમતી વિધાનસભામાં 2 પૂર્ણ, 3 તળાવવાના કામ આયોજન હેઠળ, વેજલપુર વિધાનસભામાં 2 પૂર્ણ 4 કાર્યો પ્રગતિમાં અને 3 આયોજન હેઠળ, કલોલ વિધાનસભામાં 4 પૂર્ણ 1 પ્રગતિમાં, સાણંદ વિધાનસભામાં 3 પૂર્ણ 1 પ્રગતિમાં, ગાંધીનગર ઉત્તર વિધાનસભામાં 6 પૂર્ણ, જ્યારે માણસા વિધાનસભામાં 05 તળાવના નવીનીકરણ કામ હાલ પ્રગતિમાં અને 7 તળાવોના કાર્ય આયોજન હેઠળ છે. આમ સમગ્ર તૈયારી તે ગાંધીનગર સંસદીય ક્ષેત્રની વિધાનસભાઓમાં 42 તળાવના નવીનીકરણના કાર્યો પૂર્ણ થયા છે જ્યારે 11 તળાવના કાર્યો પ્રગતિમાં અને 16 તળાવના કાર્ય આયોજન હેઠળ છે.

      આ તળાવો નવીનીકરણ પામ્યા બાદ ચેતનાનું કેન્દ્ર અને નાગરિકો માટે ધબકતું હોટસ્પોટ બને તે માટે ત્યાં જરૂરી તેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે તેની નિયમિત જાળવણી પણ અત્યંત જરૂરી છે. આ હેતુસર ટોરેન્ટ ગ્રુપના ઉત્તમભાઈ એન. મહેતા (યુ.એન.એમ.) ફાઉન્ડેશન સાથે સમજૂતી કરાર કરવામાં આવ્યા છે. જેના અંતર્ગત આ ફાઉન્ડેશન જે તે સલંગ્ન વ્યવસ્થાતંત્ર સાથે મળીને નવીનીકરણ થયેલ તળાવો પર ઉપયોગી યુટિલિટી સહિત આવશ્યક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, લાઈટિંગ, બાળકો માટે રમત ગમતના સાધનો પણ ઉપલબ્ધ કરાવશે.

    યુ.એન.એમ. ફાઉન્ડેશન સામુદાયિક સ્વાસ્થ્ય સેવા, શિક્ષણ અને જ્ઞાન સંવર્ધન, કલા અને સંસ્કૃતિ ઉપરાંત ઇકોલોજી ઉપર ધ્યાન કેન્દ્રીત કરીને સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યું છે. ફાઉન્ડેશનની 'પ્રતીતિ' પહેલ સમગ્ર શહેરોમાં નવા બગીચાઓ અને તળાવો બનાવવા, પુનઃસ્થાપિત, પુનઃવિકસીત કરવાના પ્રયાસો કરે છે.

   "પ્રતિતિ" પહેલ અન્વયે  યુ.એન. એમ. ફાઉન્ડેશન અત્યાર સુધીમાં, 2 શહેરોમાં કુલ 15 બગીચા અને 2 તળાવો આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર પુનઃસ્થાપિત / કરી ચૂક્યું છે. યુ.એન.એમ. ફાઉન્ડેશને પોતાની 'પ્રતીતિ' પહેલ હેઠળ અત્યાર સુધી અમદાવાદ શહેરમાં 98,864 ચોરસ મીટર વિસ્તારને આવરી લેતા જાહેર બગીચાઓનું નવ નિર્માણ/વિકાસ અને જાળવણી કરી રહી છે.  

    અમિત શાહના કહ્યા મુજબ આપણા પૂર્વજોએ તળાવ બનાવ્યા છે, જેની સાચવણી કરવાની જવાબદારી આપણા સૌની છે. તળાવ નવીનીકરણનું કામ દેખાવમાં નાનું પણ મહત્વનું છે. વર્ષો સુઘી વરસાદ આવે, તળાવ ભરાય, જમીનના પાણીના તળ ઉંચા આવે તેવી સુચારું વ્યવસ્થા ઉભી કરવા માટે જળબેંક બનાવવા જરૂરી વ્યવસ્થા ઊભી કરવા પર પણ શ્રી શાહ અનેકવાર ભાર આપી ચૂક્યા છે.

      અમિત શાહના આ ઉમદા પ્રયાસોના કારણે આજે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં અનેક ગામ અને શહેરના તળાવો પુનર્જીવિત થઈને સુંદર બન્યા છે. જેને પરિણામે આ તળાવો ગામડાઓમાં ઊર્જાનું કેન્દ્ર અને ધમધમતા હોટસ્પોટ તરીકે ઉભરી આવ્યા છે.

આ તળાવોમાં જલ સંચય થવાની સાથે અનેક  નાગરિકો, પશુઓ, પક્ષીઓ, ખેતરો અને ધરતીની તરસ છીપાવવામાં પણ ઉત્તમ માધ્યમ પુરવાર થઈ રહ્યા છે.

આ સમાચાર શેર કરો