મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમરેલી: વાવડામાં પ્રેમીને પામવા માસુમ પુત્રની હત્યા, હત્યારી માતાની ધરપકડ

અમરેલીના વાવડા ગામમાં સગી માતાએ જ પુત્રની હત્યા કરતા ચકચાર મચી ગઈ છે. પોલીસે હત્યારી માતાની ધરપકડ કરી આગળની કાર્યવા

અમરેલી: વાવડામાં પ્રેમીને પામવા માસુમ પુત્રની હત્યા, હત્યારી માતાની ધરપકડ

અમરેલીના વાવડા ગામમાં સગી માતાએ જ પુત્રની હત્યા કરતા ચકચાર મચી ગઈ છે. પોલીસે હત્યારી માતાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

પ્રાપ્ત માહિતી પ્રમાણે અમરેલી જિલ્લાના બાબરાના વાવડા ગામે મજૂરી કામ કરતા શ્રમિક પરિવારના દોઢ મહિનાનાં બાળકનું શંકાસ્પદ મોત નિપજયું હતું. આ અંગે બાળકની માતાએ પોલીસમાં નોંધાવ્યું હતું કે તે તથા તેના પતિ અને તેના પુત્ર-પુત્રી બંને બાળકો ગત રાત્રિનાં પોતે વાડીએ સૂતા હતા.

પુત્રની પાણીની ટાંકીમાં ડૂબેલી હાલતમાં લાશ મળી હતી

સવારે પાંચક વાગ્યાના અરસામાં ઉઠીને જોતા તેના પતિ અને નાનો દીકરો પથારીમાં નહોતા જેથી શોધખોળ કરતા તેનાં દોઢ માસનાં પુત્રની પાણીની ટાંકીમાં ડૂબેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ બનાવને લઈને બાબરા પોલીસ મથક ખાતે જાણ કરવામાં આવી હતી. જે બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી. 

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મહિલાને પ્રેમ સંબંધ હોય, જેથી પ્રેમી સાથે લગ્ન કરવા માટે સામાજિક પ્રથામાં પુત્ર નડતરરૂપ હોય, જેથી હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે. પરિણામે ક્રૂર માતા મનીષા સામે બાબરા પોલીસે અલગ અલગ કલમો હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો