મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભાવનગર : ઘોઘાના હાથબ ગામે માતાએ બે બાળકી સાથે કર્યું અગ્નિસ્નાન

Bhavnagar News : ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના હાથબ બંગલા ગામે માતાએ બે બાળકી સાથે અગ્નિસ્

ભાવનગર : ઘોઘાના હાથબ ગામે માતાએ બે બાળકી સાથે કર્યું અગ્નિસ્નાન

Bhavnagar News : ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના હાથબ બંગલા ગામે માતાએ બે બાળકી સાથે અગ્નિસ્નાન કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયેલા માતા અને બે પુત્રીઓને સારવાર માટે  સર ટી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 

બનાવ  અંગેની પ્રાપ્ત થતી માહિતી અનુસાર ઘોઘા તાલુકા હાથબ ગામે હાથબ બંગલા પાસે રહેતા નીતાબેન ગોહિલે તેની બે માસુમ બાળકીઓ સાથે હાથબ બંગલા નજીક જઈ અને પોતાના ઉપર તેમજ બાળકો પર કેરોસીન છાંટીને સળગી જઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

આ ઘટનામાં ત્રણેય ગંભીર રીતે દાઝી જતા તેમને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની સર ટી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ બનાવના પગલે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

આ સમાચાર શેર કરો