સુરતમાં શિયાળામાં પણ મચ્છરજન્ય રોગચાળો યથાવત, ડેન્ગ્યુમાં યુવતી-બાળકના પ્રાણ પંખેરુ ઉડ્યાં
સુરતમાં શિયાળામાં રોગચાળાનો ભરડો જોવા મળી રહ્યો છે. પાણી અને મચ્છરજન્ય બીમારીના

સુરતમાં શિયાળામાં રોગચાળાનો ભરડો જોવા મળી રહ્યો છે. પાણી અને મચ્છરજન્ય બીમારીના કેસ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. ત્યારે ડેન્ગ્યુની અસર થયા બાદ 20 વર્ષીય યુવતી અને 4 વર્ષીય બાળકનું મોત નિપજ્યું હતું. જ્યારે તાવ આવ્યા બાદ એક યુવાનનું મોત નીપજ્યું હતું.
બાળક 15 દિવસથી બિમાર હતું
પાંડેસરામાં વિસ્તારમાં આવેલા ગીતાનગરમાં માખનલાલ નિશાદ પરિવાર સાથે રહેતા હતાં. પરિવારમાં બે પુત્ર અને એક દીકરી છે. પ્રિયાંશુનો એક ભાઈ અને એક બહેન છે. માખનલાલ કલર કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. 15 દિવસ પહેલા પરિવાર સાથે વતન ઉતરપ્રદેશમાં અયોધ્યા ખાતે ગયા હતા. ત્યાં 4 વષીય પ્રિયાંશુ ડેન્ગ્યુની અસર થતા ત્યાં ડોકટર પાસે સારવાર કરાવતા સાજો થયો હતો. ગત 8મીએ માખનલાલ પરિવાર સાથે સુરત ખાતે ઘરે આવ્યા હતા. બાદમાં ફરી તેમના પુત્ર પ્રિયાંશુ તાવ આવ્યો હતો. જેથી તેનો રિપોર્ટ કરાવતા ડેન્ગ્યુની અસર થઇ હોવાનું જાણવા મળ્યું હતુ. જેથી તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાંથી આજે નવી સિવિલમાં લાવ્યા હતા. જયાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો.
યુવતીને ડેન્ગ્યુની અસર
બીજા બનાવમાં પાંડેસરા વિસ્તારમાં આવેલા આનંદ હોમ્સમાં 20 વર્ષીય રીતુ દિનેશ શર્મા પરિવાર સાથે રહેતી હતી. રીતુ દિનેશ શર્માને છેલ્લા 5 દિવસથી તાવ આવતો હતો. જેથી ડોકટર પાસે સારવાર કરાવી હતી. જોકે તેને ડેન્ગ્યુની અસર થઇ હતી. જોકે તેની તબિયત વધુ લથડતા બેભાન થઈ જતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા. જયાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી.ત્રીજા બનાવમાં અમરોલીમાં કોસાડ આવાસમાં 35 વર્ષીય સંજય રવજીભાઈ સોલંકી પરિવાર સાથે રહેતો હતો. તે છૂટક મજૂરી કરી ગુજરાન ચલાવતો હતો. તેને બે દિવસથી તાવ આવતો હતો. જોકે સવારે તેની તબિયત વધુ લથડતા બેભાન થઇ ગયો હતો. જેથી સારવાર માટે 108માં સ્મીમેર હોસ્પિટલમાં લાવ્યા હતા. જયાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.








