PahalgamTerrorist Attack: શૈલેષભાઈનો મૃતદેહ Surat લવાશે, મુંબઈથી સાંજ સુધીમાં આવશે પાર્થિવ શરીર
કાશ્મીરના આતંકવાદી હુમલામાં સુરતના એક યુવાનનો કરૂણ અંત આવ્યો છે. 44 વર્ષીય શૈલેષભાઈ હિંમતભાઈ કળથીયા શહીદ થ

કાશ્મીરના આતંકવાદી હુમલામાં સુરતના એક યુવાનનો કરૂણ અંત આવ્યો છે. 44 વર્ષીય શૈલેષભાઈ હિંમતભાઈ કળથીયા શહીદ થયા હોવાની પૃષ્ટિ થતાં તેમના પરિજનોમાં શોકની લહેર ફરી વહી છે. તંત્ર દ્વારા શૈલેષભાઈના મૃતદેહને સુરત લાવવાની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.અધિકારીઓ મુજબ, શૈલેષભાઈનો મૃતદેહ કાશ્મીરથી ફ્લાઇટ મારફતે મુંબઈ એરપોર્ટ લાવવામાં આવશે. ત્યાંથી એમ્બ્યુલન્સ દ્વારા મૃતદેહને સુરત લાવવામાં આવશે.
તંત્રે કરી વ્યવસ્થા
સુરત જિલ્લા તંત્ર દ્વારા સંપૂર્ણ સંયોજન કરવામાં આવ્યું છે. એડિશનલ કલેક્ટર વિજયભાઈ રબારીએ જણાવ્યું હતું કે, “અમે મૃતદેહના લાવવાના સંબંધમાં તમામ વ્યવસ્થા કરી દીધી છે. પરિવારની સાથે સતત સંપર્કમાં છીએ અને તેમને તમામ પ્રકારની મદદ પૂરી પાડી રહ્યા છીએ.”મૃતક શૈલેષભાઈના પિતા હિંમતભાઈ હાલ સુરત પહોંચી ગયા છે અને પુત્રના અંતિમ દર્શન માટે આતુર છે. પરિવારના અન્ય સભ્યો પણ આજે સાંજ સુધીમાં શહેર પહોંચશે.
પરિવારના સભ્યો અને મૃતદેહ સુરત લવાશે
શૈલેષભાઈ કળથીયા એક કાળજીળા પિતા, ભાઈ અને પતિ હતા. તેમની શહીદીથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે. તેમના અંતિમ સંસ્કારની પ્રક્રિયા સુરતમાં જ કરવામાં આવશે.પરિવારના સભ્યો સૌરાષ્ટ્રમાં રહે છે તેમણને પણ મૃતદેહ સાથે આજે સાંજ સુધીમાં સુરત લાવવામાં આવશે.






