રૂપાલાની બેઠક પર બે લાખથી વધુ મતદારો વધ્યા, શું ભાજપને થશે ફાયદો? સૌરાષ્ટ્ર-કચ્છની 8 બેઠકો પર 12.43 લાખ મતદારોનો વધારો
18મી લોકસભાની ચૂંટણીનું ર

18મી લોકસભાની ચૂંટણીનું રણશીંગુ ફુંકાઇ ગયું છે. રાજ્યમાં લગભગ તમામ બેઠકો માટે મુખ્ય પક્ષોના ઉમેદવારો જાહેર થઇ ચૂક્યા છે. ફોર્મ ભરાવાના શરૂ થઇ ગયા છે. તંત્રએ પણ તમામ તૈયારીઓ પૂરી કરી દીધી છે. લોકસભાની આ વખતની ચૂંટણીમાં સૌરાષ્ટ્ર-કચ્છની 8 બેઠકોના ઉમેદવારોનું ભાવિ 1,50,72,475 મતદારો નક્કી કરશે. ગત લોકસભાની ચૂંટણીમાં 8 બેઠકોમાં 1,38,29,055 મતદારો હતા. આ વખતની ચૂંટણીમાં 12,43,420 મતદારોનો વધારો થયો છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં લોકસભાની 8 બેઠકો પૈકી આ વખતે સૌથી વધુ મતદારો રાજકોટ બેઠકમાં 21,045,19 મતદારો નોંધાયા છે. રાજકોટ બેઠકમાં ટંકારા, વાંકાનેર, રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્ચિમ, રાજકોટ દક્ષિણ, રાજકોટ રૂરલ તથા જસદણ વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. ગત ચૂંટણીમાં કુલ 18,83,866 મતદારો નોંધાયા હતા. તેમાં આ વખતે 2,20,653 મતદારોનો વધારો થયો છે.
રાજકોટ પછી બીજા ક્રમે કચ્છ બેઠકમાં મતદારોનો વધારો થયો છે. કચ્છમાં આ ચૂંટણીમાં 19,35,338 મતદારો છે. ગત ચૂંટણીમાં17,43,825 મતદારો હતા. આમ 1,91,513 મતદારો વધ્યા છે. ત્રીજા ક્રમે સુરેન્દ્રનગર બેઠકમાં 1,78,374 મતદારો વધ્યા છે. આ વખતે 20,262,52 મતદારો નોંધાયા છે. ગત ચૂંટણીમાં 18,478,78 મતદારો હતા.
ચોથા ક્રમે જામનગર બેઠકમાં 1,579,07 મતદારો વધ્યા છે. આ ચૂંટણીમાં 18,139,13 મતદારો છે. જ્યારે ગત ચૂંટણીમાં 16,560,06 મતદારો હતા. મતદારોની સંખ્યા વધારામાં પાંચમાં ક્રમે જૂનાગઢ બેઠક છે. તેમાં 148093 મતદારો વધ્યા છે. આ ચૂંટણીમાં17,896,21 મતદારો છે. જ્યારે ગત ચૂંટણીમાં 16,415,28 મતદારો નોંધાયા હતા.
મતદારોમાં વધારાની દ્રષ્ટિએ ભાવનગર બેઠક છઠ્ઠા ક્રમે છે. આ બેઠકમાં 1,421,50 મતદારો વધ્યા છે. આ વખતે 19,091,90 મતદારો છે. ગત ચૂંટણીમાં 17,670,40 મતદારો હતા. ૭મા ક્રમે અમરેલી બેઠકમાં1,03,060 મતદારો વધ્યા છે. આ વખતે 17,31,040 મતદારો છે. ગત ચૂંટણીમાં 16,279,80 મતદારો હતા. જ્યારે 8 બેઠકમાં સૌથી ઓછો મતદાર વધારો પોરબંદર બેઠક પર થયો છે. ગત ચૂંટણી કરતા આ ચૂંટણીમાં પોરબંદર બેઠકમાં 1,016,70 મતદારો વધ્યા છે. પોરબંદર બેઠકમાં આ ચૂંટણીમાં 17,626,02 મતદારો નોંધાયા છે. જ્યારે ગત ચૂંટણી એટલે કે વર્ષ-2019ની લોકસભાની ચૂંટણીમાં 16,60,932 મતદારો નોંધાયા હતા.








