સુરેન્દ્રનગરના દેદાદરા ગામમાં પ્રસાદ લીધા બાદ 30થી વધુ લોકોને થયું ફૂડ પોઈઝનિંગ
સુરેન્દ્રનગરના દેદાદરા ગામમાં પ્રસાદ લીધા બાદ 30થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ થયું છે. પ્રસાદી લીધા

સુરેન્દ્રનગરના દેદાદરા ગામમાં પ્રસાદ લીધા બાદ 30થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ થયું છે. પ્રસાદી લીધા બાદ ફૂડ પોઈઝનિંગ થતા 30 થી વધુ લોકોની તબિયત લથડી હતી અને ઝાડા-ઉલ્ટી થયા હતા.
સુરેન્દ્રનગરની દેદાદરા, કોઠારીયા, વઢવાણ અને સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં ફૂડ પોંઇઝિંગની અસરના દર્દીઓને કલાકો સુધી સારવાર ન આપવામાં આવતા હોબાળો થયો હતો.
ઘટનાની જાણ થતા આરોગ્ય વિભાગની ટીમ દેદાદરા ગામે દોડી આવી હતી. આરોગ્ય વિભાગની ટીમે પ્રસાદીના સેમ્પલ લઈને ટેસ્ટિંગ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે.






