મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદમાંથી નવા વર્ષની રાત્રે 200થી વધુ પીધેલા ઝડપાયા, પોલીસે ઉતાર્યો નશો

અમદાવાદમાં નવા વર્ષની ઉજવણીને લઈને લોકો શહેરના વિવિધ વિસ્તારોમાં ઉમટ્યા હતા. શહે

અમદાવાદમાંથી નવા વર્ષની રાત્રે 200થી વધુ પીધેલા ઝડપાયા, પોલીસે ઉતાર્યો નશો

અમદાવાદમાં નવા વર્ષની ઉજવણીને લઈને લોકો શહેરના વિવિધ વિસ્તારોમાં  ઉમટ્યા હતા. શહેરના સીજી રોડ, સીંધુ ભવન સહિતના વિસ્તારોમાં માનવ મહેરામણ ઉમટી પડ્યા હતા. ખાણીપીણીની દુકાનો ઉપર મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી હતી.

પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો

 સલામતી અને સુરક્ષા હેઠળ સમગ્ર શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા તમામ વાહનો ચેકિંગ કરવામાં આવી રહ્યા હતા. આ વચ્ચે પોલીસે 31મી ડિસેમ્બરની રાત્રે પોલીસે મોટી કાર્યવાહી કરી હતી.

આ પણ વાંચો : અમદાવાદ: અદાણી ગેસનો બાકી છે 17 કરોડથી વધુનો ટેક્સ, વિપક્ષે લગાવ્યા તંત્ર પર ગંભીર આક્ષેપ

નશાની હાલતમાં 218 લોકો ઝડ઼પાયા

નશાની હાલતમાં 218 લોકો ઝડપાયા હતા, તો બીજી તરફ પોલીસે ડ્રીંક એન્ડ ડ્રાઈવના 223 કેસો નોંધ્યા હતા. અમદાવાદ પોલીસે સિઁધુ ભવન પાસેથી 31મી રાત્રે ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો હતો, તે મામલે બોડકદેવમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.

આ સમાચાર શેર કરો