પાલનપુર: ગેસની પાઈપ લાઈન લીકેજ થતા 15થી વધુ લોકોને અસર, સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
પાલનપુરની માલણ ડમ્પિંગ સાઈટ નજીક ગેસ ગળતરની ઘટના સામે આવી છે. જ્યાં ગેસની પાઈપ લાઈન લીકેજ થતા 15

પાલનપુરની માલણ ડમ્પિંગ સાઈટ નજીક ગેસ ગળતરની ઘટના સામે આવી છે. જ્યાં ગેસની પાઈપ લાઈન લીકેજ થતા 15થી વધુ લોકોને અસર પહોંચી છે. જેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની માલણ ડમ્પિંગ સાઈટ નજીક ગુરૂવારે ગેસની પાઈપ લાઈન લીકેજ થતા 15થી વધુ લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. પરિણામે તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. દર્દીઓને ઓક્સિજન આપી સારવાર આપવામાં આવી રહી છે. બીજી તરફ આ બનાવની જાણ થતા ફાયર વિભાગની ટીમ અને 108 અને પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
પાલનપુર સિવિલના સુપ્રિટેન્ડેન્ટે જણાવ્યું કે, માલણ વિસ્તારમાં ભંગારના વાડામાં ગેસનો બાટલો બ્લાસ્ટ અથવા લીક થતાં આસપાસ રહેતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. અત્યારે 30 જેટલા લોકોને પાલનપુર સિવિલમાં લાવ્યામાં આવ્યા છે.






