આણંદ : અમૂલ ડેરીમાંથી 100થી વધુ કમર્ચારીઓને રાતોરાત છુટ્ટા કરી દેવાયા
આણંદમાં આવેલી દેશની પ્રખ્યાત અમૂલ ડેરીમાંથી 100 કમર્ચારીઓને રાતોરાત છુટ્ટા કરી દેવાતા નવો વિવાદ ઉભો થયો છે.

આણંદમાં આવેલી દેશની પ્રખ્યાત અમૂલ ડેરીમાંથી 100 કમર્ચારીઓને રાતોરાત છુટ્ટા કરી દેવાતા નવો વિવાદ ઉભો થયો છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ પણ આ બાબતે મેદાને પડયા છે.
નોટિસ આપ્યા વિના 100થી વધુ કમર્ચારીઓને છુટ્ટા કરી દેવાયા
અમૂલ ડેરીમાંથી 100થી વધુ કમર્ચારીઓને નોટિસ આપ્યા વિનાછુટ્ટા કરી દેવાયા છે. આ કર્મચારીઓને શું કામ છુટ્ટા કરી દેવાયા તે અંગે કોઈ સંતોષકારક કારણ આપવામાં આવ્યું નથી. 10 મહિના પહેલા પણ અમૂલ ડેરીમાંથી આ રીતે જ 400 કર્મચારીઓને છુટ્ટા કરી દેવામાં આવ્યા હતા.
અમૂલના ચેરમેન વિપુલ પટેલે શું કહ્યું?
આ અંગે અમૂલના ચેરમેન વિપુલ પટેલે ટેલીફોનિક વાતચીતમાં કહ્યું કે કર્મચારીઓનો વધુ પડતો ભરાવો થતાં આ પગલું લેવામાં આવ્યું છે. જો કે અમૂલ ના ચેરમેન વિપુલ પટેલ તેમજ અમૂલ ડેરીના એમડીના મનસ્વી નિર્ણય સામે કર્મચારીઓએ વિરોધ કર્યો હતો.








