સુરેન્દ્રનગર/ 100થી વધુ આંગડિયા પેઢીને રાતો રાત બંધ કરાઇ, રાજ્યમાં CID ક્રાઇમના દરોડા બાદ લાગ્યા તાળા
અમદાવાદ અને સુરત સહિત રાજ્યની અલગ અલગ આંગડિયા પેઢી પર CID ક્રાઇમ બ્રાન્ચના દરોડા બાદ સુરે

અમદાવાદ અને સુરત સહિત રાજ્યની અલગ અલગ આંગડિયા પેઢી પર CID ક્રાઇમ બ્રાન્ચના દરોડા બાદ સુરેન્દ્રનગરની 100થી વધુ આંગડિયા પેઢીને તાળા મારવામાં આવ્યા છે. સુરેન્દ્રનગરમાં આવેલી 100થી વધુ આંગડિયા પેઢીને રાતો રાત બંધ કરવામાં આવી છે. આંગડિયા પેઢી બંધ થતા કરોડોના વહીવટ અટકી ગયા છે.
રાજ્યમાં આંગડિયા પેઢીમાં ચાલી રહી છે કાર્યવાહી
CID ક્રાઇમની વિવિધ ટીમ દ્વારા 25થી વધુ આંગડિયા પેઢીઓ પર પાડવામાં આવેલા દરોડામાં જપ્ત કરવામાં આવેલી રોકડનો આંક 15 કરોડ પર પહોંચ્યો છે. સાથે સાથે હજુ પણ કેટલાંક આર્થિક વ્યવહારોને આધારે તપાસ કર્યા બાદ રોકડ મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ CID ક્રાઇમની સાથે ઇન્કમટેક્ષની એક ટીમ પણ તપાસ કરી રહી છે.
પ્રાથમિક તપાસમાં દુબઇથી હવાલા થયાની કડી મળતા ED પણ હવે આ કેસની તપાસમાં સક્રિય થઇ છે. બીજી તરફ CID ક્રાઇમ IPL સટ્ટાના કરોડો રૂપિયાના આર્થિક વ્યવહારને લઇને તપાસ કરી રહી છે.
પોલીસે દરોડા દરમિયાન લેપટોપ, પેન ડ્રાઇવ અને આર્થિક વ્યવહારોની નોંધના કાગળોનો મોટો જથ્થો પણ જપ્ત કરાયો છે. તપાસમાં આગામી સમયમાં મોટા ખુલાસા થશે. આ ઉપરાંત, CID ક્રાઇમ દ્વારા આગામી સમયમાં પણ દરોડાની કાર્યવાહી કરવામાં આવશે.








