VIDEO : હળવદમાં વીજપોલ મુદ્દે ખેડૂતો આક્રમક, કલેક્ટર સાથેની બેઠકનો કર્યો બહિષ્કાર
સોર્સ : gstv
હળવદ તાલુકામાં વીજપોલ ઊભા કરવાના મુદ્દે ખેડૂતોનો વિરોધ વધુ ઉગ્ર બન્યો છે. આજે ૨૨થી વધુ ગામોના સરપંચો અને મોટી સંખ્યામાં ખેડૂતો હળવદ મામલતદાર કચેરી ખાતે એકઠા થયા હતા અને 'જય જવાન, જય કિસાન'ના ગગનભેદી નારા લગાવી વહીવટી તંત્ર સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. આ મામલે મધ્યસ્થી કરવા માટે કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ મામલતદાર કચેરી ખાતે દોડી આવ્યા હતા, પરંતુ ખેડૂતોએ તેમની સાથેની વાતચીતનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો હતો. ખેડૂતોએ જેતપર ખાતે ચાલી રહેલા આમરણાંત ઉપવાસ આંદોલનને પોતાનું મક્કમ સમર્થન જાહેર કર્યું છે. આંદોલનકારી ખેડૂતોની સ્પષ્ટ માંગ છે કે, જ્યાં સુધી ઉપવાસ પર બેસેલા ખેડૂતોના પારણાં ન કરાવવામાં આવે અને વીજપોલનું કામ તાત્કાલિક બંધ ન થાય, ત્યાં સુધી તંત્ર સાથે કોઈ પણ પ્રકારની ચર્ચા કરવામાં આવશે નહીં.

