Video: અકસ્માતમાં પિતા-પુત્રનું મોત, માતાની હાલત ગંભીર

મોરબીના ટીંબડી પાટિયા નજીક ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના બે સભ્યોના મોત થયા છે જ્યારે એકની હાલત ગંભીર છે. બાઈક પર સવાર આ પરિવારને એક ડમ્પરે અડફેટે લેતા આ ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં પિતા-પુત્રનું ઘટનાસ્થળે જ મોત થયુ હતું..આ દુર્ઘટનામાં માતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક ધોરણે વધુ સારવાર માટે રાજકોટ રિફર કરવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહોને કબજે કરી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
જાહેરાત















