Video: ટંકારા નજીક અકસ્માતમાં 2 યુવાનોના મોત

સોર્સ: gstv

મોરબી-રાજકોટ હાઈવે પર ટંકારા નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માતના ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. મંડપ ડેકોરેશનનો વ્યવસાય ધરાવતા રાજકોટના યુવકો કાર દ્વારા કોઈ કામ અર્થે મોરબી આવી રહ્યા હતા, તે દરમિયાન સ્વીફ્ટ કાર પલટી મારીને રોડ પરના વીજ ટ્રાન્સફોર્મર સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ભયાનક અકસ્માતમાં બે યુવાનોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. જ્યારે કારમાં સવાર અન્ય એક યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ બનાવ અંગે ટંકારા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. બે યુવાનોના અકાળે અવસાનથી તેમના પરિવારજનોમાં શોકનું મોજૂ ફરી વળ્યું છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત