VIDEO : મોરબીના જેતપરમાં ખેડૂત આંદોલન તેજ, ઉપવાસ પર બેઠેલા ખેડૂતની તબિયત લથડી
સોર્સ : Gstv
મોરબીના જેતપર ગામે પ્રાઇવેટ કંપની દ્વારા ખેતરોમાં ગેરકાયદેસર વીજ પોલ નાખવાના વિરોધમાં ચાર ખેડૂતો આમરણાંત ઉપવાસ પર બેઠા છે. જેમાંથી ઉપવાસ પર ઉતરેલા ખેડૂત રામજીભાઈ નાનજીભાઈ ભાડજાની તબિયત અચાનક વધુ લથડતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં ડોક્ટરોની ટીમ તેમની સારવાર કરી રહી છે. બીજી તરફ, સંતો-મહંતોની હાજરીમાં આ આંદોલન વધુ વેગવંતુ બન્યું છે અને મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ મહિલાઓ પણ પ્રતીક ઉપવાસ પર બેસીને યોગ્ય વળતર ન મળે ત્યાં સુધી લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે.

