VIDEO: મોરબી હેવી વીજલાઈન મુદ્દે ખેડૂતોની આમરણાંત ઉપવાસની ચેતવણી
સોર્સ : GSTV
મોરબી જિલ્લાના જેતપર ગામે હેવી વીજલાઈન પસાર થવાના મુદ્દે ખેડૂતોની લાંબા સમયથી ચાલી રહેલી લડત હવે વધુ ઉગ્ર બની છે. ગામના ખેડૂતો દ્વારા નવી રણનીતિ હેઠળ આમરણાંત ઉપવાસ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. હાલ ખેડૂતો પ્રતિક ઉપવાસ કરી રહ્યા છે અને આગામી દિવસોમાં મોરબી જિલ્લાના ખેડૂતોને સાથે રાખીને બિનરાજકીય લડત લડવામાં આવશે. ગુરૂવારે જેતપર ગામે હજારો ખેડૂતો ઉપસ્થિત રહેવાની પણ તૈયારી છે. ખેડૂતોની માંગ છે કે તમામ પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવે. જ્યાં સુધી સમસ્યા હલ નહીં થાય ત્યાં સુધી આમરણાંત ઉપવાસ ચાલુ રહેશે તેવી ચેતવણી આપવામાં આવી છે. ગામની મિટિંગમાં આગળની રણનીતિ નક્કી કરવામાં આવી છે.

