MORBI : SMCના દરોડામાં 75 લાખથી વધુનો વિદેશી દારૂ પકડાયા બાદ એક PSI અને જમાદાર સસ્પેન્ડ
Morbi News : મોરબીમાં 26 જાન્યુઆરીની સાંજે શક્ત શનાળા ગામની સીમમાં આનંદ પાર્ટી પ્લોટ પાછળ આવેલ ગોડાઉનમાં સ્ટેટ મોનીટરી

Morbi News : મોરબીમાં 26 જાન્યુઆરીની સાંજે શક્ત શનાળા ગામની સીમમાં આનંદ પાર્ટી પ્લોટ પાછળ આવેલ ગોડાઉનમાં સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડા પાડીને 75 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. આ મામલે એક પીએસઆઈ અને જમાદારને એસપીએ સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
PSI એ.વી.પાતળિયા અને જમાદાર પી.બી.ઝાલા સસ્પેન્ડ
સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ગઈકાલે સાંજે શક્ત શનાળા ગામની સીમમાં આવેલ આનંદ પાર્ટી પ્લોટ પાછળ એક ગોડાઉનમાં વિદેશી દારૂનું કટિંગ થઈ રહ્યું હોવાની બાતમી મળી હતી.
આ બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી આરોપી મુકેશ મહેન્દ્ર કુમાર સિયાક, જશવંતસિંહ રામચંદ્ર ગોદારા, દિનેશ પ્રેમરામ ગુરુ અને પ્રવીણ ભગીરથરામ વારાડ રહે.તમામ રાજસ્થાન વાળાઓને વિદેશી દારૂની 17514 બોટલ કિંમત રૂપિયા 76,39,092, ત્રણ વાહનો કિંમત રૂપિયા 35,30,000, 4 મોબાઈલ ફોન કિંમત રૂપિયા 20,000 અને રોકડા રૂપિયા 5120 સહિત કુલ રૂપિયા 1,11,94,212 સાથે ઝડપી લઈ વિદેશી દારૂના નેટવર્કને ખુલ્લું પાડ્યું હતું.
સ્ટેટ મોનીટરીંગ સેલની આ સફળ રેડ બાદ સ્થાનિક પોલીસ ઉપર અનેક સવાલો ઉભા થયા હતા. જે બાદ મોરબી એસપીએ એ ડિવિઝન પોલીસ મથકના ડી સ્ટાફના પીએસઆઇ પાતળિયા અને શનાળા બીટ જમાદાર પી.બી. ઝાલાને સસ્પેન્ડ કર્યા છે.






