મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મોરબી: આમરણ નજીક ખાનગી બસને નડ્યો અકસ્માત, 15 મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

રાજ્યમાં વધુ એક માર્ગ અકસ્માત સામે આવ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે મોરબીના આમરણ નજીક ખાનગી બસનો અકસ્માત સર્

મોરબી: આમરણ નજીક ખાનગી બસને નડ્યો અકસ્માત, 15 મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

રાજ્યમાં વધુ એક માર્ગ અકસ્માત સામે આવ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે મોરબીના આમરણ નજીક ખાનગી બસનો અકસ્માત સર્જાયો હતો. બસના ડ્રાઈવરે સ્ટીયરીંગ પર કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. બસમાં સવાર 15 મુસાફરો ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા. આ તમામ મુસાફરોને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.

 દ્વારકા પૂનમ અર્થે તમામ મુસાફરો દર્શને જઈ રહ્યા હતા

બસ મહેસાણાથી દ્વારકા પૂનમ અર્થે તમામ મુસાફરો દર્શને જઈ રહ્યા હતા, તે દરમિયાન બસને અકસ્માત સર્જાયો હતો. ડ્રાઈવરે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાતા બસે પલ્ટી મારી હતી. દુર્ઘટના સર્જાયા પછી બસનો ડ્રાઈવર ઘટનાસ્થળ પરથી નાસી છૂટ્યા હતા. પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરી હતી.

આ સમાચાર શેર કરો