Morbi news: ચરવાડામાં ભાજપના નેતા જ જુગારધામ ચલાવતા ઝડપાયા, પોલીસે રંગે હાથ દબોચ્યા
ગુજરાતના મોરબીના ચરવાડા ગામમાંથી ભાજપના આગેવાન પોતાની વાડીએ જ

ગુજરાતના મોરબીના ચરવાડા ગામમાંથી ભાજપના આગેવાન પોતાની વાડીએ જુગારધામ ચલાવતા ઝડપાયા હતા. મળતા અહેવાલ પ્રમાણે ચરાડવા ગ્રામપંચાયતના સદસ્ય વિજય માકાસણા પોતાની વાડીમાં જુગારના અખાડા ચલાવતા હતા.
બાહરથી માણસો બોલાવીને જુગારધામ ચલાવતા
ભાજપના આગેવાન બાહરથી માણસો બોલાવીને જુગારધામ ચલાવતા હતા. વિજય માકાસણા સહિત ચાર લોકો જુગાર રમતા ઝડપાયા હતા. 67370 રૂપિયા સાથે ભાજપના વિજય માકાસણા સહિત ચાર લોકો ઝડપાયા છે. મળતા અહેવાલ પ્રમાણે પોલીસે તમામ લોકોને દબોચ્યા હતા.




