VIDEO : મોરબી કલેક્ટરના આકસ્મિક ચેકિંગથી સરકારી હોસ્પિટલના સ્ટાફમાં ફફડાટ અને દોડધામ!
મોરબી સરકારી હોસ્પિટલ ખાતે કલેક્ટર દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હ

મોરબી સરકારી હોસ્પિટલ ખાતે કલેક્ટર દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. કલેક્ટરે હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની વ્યવસ્થા, વિવિધ વોર્ડ, રૂમ તેમજ ટોયલેટ સહિતની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ સાથે સીધી વાતચીત કરી અને મળતી આરોગ્ય સેવાઓ અંગે માહિતી મેળવી હતી. અચાનક ચેકિંગને કારણે હોસ્પિટલના સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. નિરીક્ષણ દરમિયાન હોસ્પિટલની વ્યવસ્થાઓ અને દર્દીઓને આપવામાં આવતી સુવિધાઓ અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી. તંત્રને જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.




