મુખ્ય સામગ્રી પર જાઓ
બુલેટિન

MORNING BULLETIN: બિહારની હોસ્પિટલના ICUમાં ભીષણ આગ, બ્રિટનમાં કવાયત દરમિયાન રોયલ નેવીનું હેલિકોપ્ટર ક્રેશ, ૩ જવાનોના મોત

૧. બિહારની હોસ્

તસવીર: gstv
૧. બિહારની હોસ્પિટલના ICUમાં ભીષણ આગ    બિહારના મુઝફ્ફરપુરની પ્રસાદ હોસ્પિટલના ICUમાં વહેલી સવારે શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં ઝેરી ધુમાડાના લીધે ગૂંગળામણ અને આગથી ૪ થી ૧૦ દર્દીઓના મોતના અહેવાલ છે. ફાયર બ્રિગેડે ૨૦થી વધુ લોકોને રેસ્ક્યુ કર્યા છે, જેમાંથી ૧૫ દર્દીઓની હાલત ગંભીર છે.    ૨. ટ્રમ્પનો દાવો: 'જો હું ન હોત તો ઇઝરાયેલ ન હોત',    અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે મોટું નિવેદન આપતાં કહ્યું કે, જો તેઓ ન હોત તો આજે ઇઝરાયેલનું અસ્તિત્વ જ ન હોત. ઇરાનના પરમાણુ હથિયાર રોકવા યુદ્ધની શરૂઆત પોતે કરી હોવાનો દાવો કરતા ટ્રમ્પે ભવિષ્યમાં ઇરાનના અયાતુલ્લાને મળવાની સંભાવના વ્યક્ત કરી છે.   ૩. એનર્જી સેવિંગ ઝુંબેશ વચ્ચે દેશમાં પેટ્રોલ-ડીઝલની માંગ વધી   દેશમાં ઊર્જા બચાવો ઝુંબેશ વચ્ચે મે મહિનામાં પેટ્રોલના વેચાણમાં ૪.૮% અને ડીઝલની માંગમાં ૬.૪%નો ચોંકાવનારો વધારો થયો છે. બીજી તરફ, સિલિન્ડરની વધતી કિંમતોને કારણે એલપીજી (LPG) ના વેચાણમાં ૨૪%નો ધરખમ ઘટાડો નોંધાયો છે   ૪.બોપલમાં ઇ-સિગારેટના જથ્થા સાથે એકની ધરપકડ   અમદાવાદના બોપલમાં SMCની ટીમે અશોક પાન પાર્લર પર દરોડો પાડી પ્રતિબંધિત ઇ-સિગારેટનો જથ્થો ઝડપી સંચાલકની ધરપકડ કરી છે. આ ગેરકાયદે કાળા કારોબારમાં સ્થાનિક પોલીસના વહીવટદાર દ્વારા પ્રોટેક્શન અપાતું હોવાની સંડોવણી સામે આવી છે.    ૫.બ્રિટનમાં કવાયત દરમિયાન રોયલ નેવીનું હેલિકોપ્ટર ક્રેશ, ૩ જવાનોના મોત   બ્રિટનના ડેવોન કાઉન્ટીમાં લશ્કરી તાલીમ કવાયત દરમિયાન રોયલ નેવીનું શક્તિશાળી ‘મરલિન MK4’ હેલિકોપ્ટર ખેતરમાં તૂટી પડતાં ૩ ક્રૂ મેમ્બર્સના મોત નીપજ્યા છે.   ૬. રાહુલ ગાંધીનો દાવો: ‘પીએમ મોદી એક વર્ષમાં વડાપ્રધાન નહીં રહે’,    કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે અંદરની લીક થયેલી માહિતી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક વર્ષમાં પદ પર નહીં રહે. દેશમાં આર્થિક કટોકટી અને સંસ્થાકીય બળવો વિકસી રહ્યો હોવાનો આક્ષેપ કરતાં તેમણે કહ્યું કે સિસ્ટમનું આંતરિક માળખું ધ્રુજી રહ્યું છે.   ૭.ગુજરાત સરકારનો મોટો નિર્ણય: જમીન બિનખેતી (NA) કરવા માટે નવી કાર્યપ્રણાલી જાહેર   ગુજરાત સરકારે જમીન સંપાદન દરમિયાન થતી નાણાકીય નુકસાની રોકવા નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. હવે પ્રોજેક્ટના પ્રાથમિક તબક્કે સંભવિત ગામોમાં બિનખેતીની મંજૂરી ૬૦ દિવસ માટે સ્થગિત રહેશે. ત્યારબાદ, આખરી થયેલા ચોક્કસ સર્વે નંબરો પર એક વર્ષ માટે બિનખેતીની પ્રક્રિયા રોકી દેવાશે, જેથી સરકારી પ્રોજેક્ટ્સ કોઈપણ અડચણ વગર પૂરા થઈ શકે. આ નવી વ્યવસ્થા માટે ઓનલાઈન સોફ્ટવેરમાં પણ જરૂરી ફેરફારો કરવામાં આવશે.   હવે નજર કરીએ આજના ઇતિહાસ પર...   4 જૂન, 1947ના રોજ મહારાણી લક્ષ્મીબાઈ અને 1857ના સ્વતંત્રતા સંગ્રામના અગ્રેસર નેતા આ દિવસે ગ્વાલિયર નજીક યુદ્ધમાં તેઓ ઈજાગ્રસ્ત થયા હતા.    ચાલો હવે જાણીએ આજનું પંચાંગ...   પંચાંગ મુજબ આજે જેઠ વદ ચતુર્થી અને ગુરુવારના પવિત્ર દિવસે ઉત્તરાષાઢા નક્ષત્ર તથા બ્રહ્મ યોગનો સમન્વય થઈ રહ્યો છે. આજે શુભ યોગ અને અનુકૂળ નક્ષત્રનો સંયોગ હોવાથી ધાર્મિક કાર્યો, શુભ મુહૂર્ત અને નવા કાર્યના પ્રારંભ માટે દિવસ સાનુકૂળ માનવામાં આવે છે.    તો જાણીએ હવે આજના રાશિફળ વિષે   આજે મેષ, સિંહ, કન્યા, મકર અને મીન રાશિના જાતકો માટે વ્યસ્તતા છતાં પ્રશંસા અને ધારેલા કાર્યો પૂરા કરનારો ઉત્સાહજનક દિવસ રહેશે, જ્યારે વૃષભ, કર્ક, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોને માનસિક રાહત, આર્થિક સાનુકૂળતા અને અગત્યના નિર્ણયોમાં સફળતા મળશે.    અને હવે, એક સુંદર વિચાર સાથે દિવસની સકારાત્મક શરૂઆત કરીએ.   "પડકાર ગમે તેટલો મોટો હોય, તે પોતાની સાથે પરિવર્તન અને પ્રગતિની એક નવી તક લઈને જ આવે છે."

આ સમાચાર શેર કરો